<$BlogRSDUrl$>
week in blog

Don't Buy It Before You PriceSCAN It!
Garvi ગરવી ગુજરાત Gujarat

કોઇ પણ વ્યક્તિ માતૃભૂમિ છોડી વિદેશ વસવાટે જાય ત્યારે માતૃભાષાથી પણ કંઇક અંશે વિખૂટુ પડી જાય છે. આજ અંજપો તેને ભાષા અને ભૂમિ થકી કંઇક કરવા પ્રેરે છે અને પ્રેરણાસ્રોતનું પરિણામ છે - "પ્રભાતનાં પુષ્પો". ગુજરાતી ભાષામાં સર્વપ્રથમ શરૂ થયેલાં આ બ્લૉગને અવકાશની પળોમાં સીંચીને આજે પરિપકવ વૃક્ષ બનતા જોવાનો આનંદ દેશવિરહને ભુલાવવામાં મદદરૂપ થયો છે. - એસ વી

Thursday, March 31, 2005

March 31, 2005 

દિવાબેન ભટ્ટ - લીલુંછમ

કોઇ નજરું ઉતારો મારા મનની રે,
મને રણમાં દેખાય લીલુંછમ લીલુંછમ ...
સૂકી ડાળખીએ પાંદડું વળગી રહ્યું,
મને ઝાડવું દેખાય લીલુંછમ લીલુંછમ ...

- દિવાબેન ભટ્ટ (Divaben Bhatt - Lilucham. Poems / Shayari in Gujarati. Literature and art site)

March 31, 2005 in કવિતા (kavita), શાયરી (shayari) | Permalink | Comments (2) | TrackBack

March 30, 2005

પ્રેમ

હિન્દી પ્રેમી : ડારલીંગ મેરે કાન મેં કુછ હલકા સા,
કુછ નરમ સા,
કુછ નમકીન સા,
કુછ મીઠા સા કહો!
ગુજરાતી પ્રેમીકા : ઢોકળાં (Humor / fun / shayari in Gujarati. Literature and art site)

March 30, 2005 in રમુજ (ramuj) | Permalink | Comments (2) | TrackBack

March 29, 2005

કુમુદ પટવા - ક્યાં છે?

આંસુઓનાં પડે પ્રતિબિંબ
એવાં દર્પણ ક્યાં છે?
કહ્યા વિનાયે સધળું સમજે
એવાં સગપણ ક્યાં છે ?

- કુમુદ પટવા (Kumud Patva - Kyaa chhe. Poems in Gujarati. Literature and art site)

March 29, 2005 in કવિતા (kavita), વિચારો (vicharo) | Permalink | Comments (3) | TrackBack

March 28, 2005

ભગવતીકુમાર શર્મા - બે મંજીરાં

મારે રુદિયે બે મંજીરાં:
એક જૂનાગઢનો મહેતો, બીજી મેવાડની મીરાં...

ક્રુષ્ણક્રુષ્ણના રસબસ રણકે
પડે પરમ પડછન્દા:

એક મંજીરે સૂરજ ઝળહળ,
બીજે અમિયલ ચન્દા.

શ્વાસશ્વાસમાં નામસ્મરણના સરસર વહત સમીરા...

રાસ ચગ્યો ને હૈડાહોંશે
હાથની કીધી મશાલ;

વિષનો પ્યાલો હોઠ પામીને
નરદમ બન્યો નિહાલ.

હરિનાં જન તો ગહનગભીરાં, જ્યમ જમુનાનાં નીરાં...
મારે રુદિયે બે મંજીરાં.

- ભગવતીકુમાર શર્મા (Bhagwatikumar Sharma - bae manjira. Poems in Gujarati. Literature and art site)

March 28, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (0) | TrackBack

March 27, 2005

જમન કુંડારિયા - સિતારા

ગગનમાંથી
સિતારાઓ ક્યારેય ખરતા નથી.
માત્ર,
સ્થિર થવા
જગ્યા જ બદલે છે.

- જમન કુંડારિયા (Janam kundariya - Sitara. Poems in Gujarati. Literature and art site)

March 27, 2005 in વિચારો (vicharo) | Permalink | Comments (0) | TrackBack

March 26, 2005

હરજીવન દાફડા - નીકળવું છે

વારાફરતે વારામાંથી નીકળવું છે;
મારે આ જન્મારામાંથી નીકળવું છે;

જન્મોથી હું એની અંદર જકડાયો છું,
ઇચ્છાઓના ભારામાંથી નીકળવું છે;

તેથી સઘળું જગના ચરણે અર્પણ કીધું,
મારે તારા-મારામાંથી નીકળવું છે;

કાયમ શાને જન્મ-મરણના ભયમાં રહેવું?
સંસારી આ ધારામાંથી નીકળવું છે;

અજવાળાના સ્વામી થોડો ટેકો કરજો,
ભીતરના અંધારામાંથી નીકળવું છે.

- હરજીવન દાફડા (Harjivan Dafada - nikalvu chhe. Ghazal in Gujarati. Literature and art site)

March 26, 2005 in ગઝલ (ghazal) | Permalink | Comments (2) | TrackBack

March 25, 2005

ઇન્તઝાર

જીદગી મારી આજ બની વિરાન છે ..
દિલમાં ઉઠયું આ તે કેવુ તુફાન છે ..
ઉજ્જડ રનમાં કાંટાલા ઠોરની માફક ઉભેલી હું ..
ખબર નથી ક્યાં સુધી ટકીશ?

March 25, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (0) | TrackBack

March 24, 2005

ૐ શ્રી ગણેશાય નમઃ

ૐ શ્રી ગણેશાય નમઃ

વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભ ।
નિર્વિઘ્નમ્ કુરુ મે દેવ સર્વ કાર્યેષૂ સર્વદા ॥

વિઘ્નેશ્વરાયવરદાય સુરપ્રિયાય
લમ્બોદરાય સકલાય જગદ્વિતાય ।
નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય
ગૌરીસુતાય ગણનાથ નમોનમસ્તે ॥
સંકટનાશન ગણેશસ્તોત્રમ્
પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્
ભક્તાવાસં સ્મરે નિત્યં આયુકામાર્થસિદ્ધયે ॥૧॥
પ્રથમં વક્રતુંડં ચ એકદંતં દ્વિતિયકમ્
ત્રુતિયં ક્રૃષ્ણપિંગાક્ષં ગજવકત્રં ચતુર્થકમ્ ॥૨॥
લંબોદરં પંચમં ચ ષષ્ટમં વિકટમેવ ચ
સપ્તમં વિઘ્નરાજં ચ ધૂમ્રવર્ણં તથાષષ્ટમમ્ ॥૩॥
નવં ભાલચંદ્રં ચ દશમં તુ વિનાયકમ્
એકાદશં ગણપતિં દ્વાદશં તુ ગજાનનમ્ ॥૪॥
દ્વાદશૈતાનિ નામાનિ ત્રિસંધ્યં યઃ પઠેન્નરઃ
ન ચ વિઘ્નભયં તસ્ય સર્વ સિદ્ધિ કરં પ્રભો ॥૫॥
વિદ્યાર્થિ લભતે વિદ્યાં ધનાર્થિ લભતે ધનમ્
પુત્રાર્થિ લભતે પુત્રાંમોક્ષાર્થિ લભતે ગતિમ્ ॥૬॥
જપેત્ગણપતિસ્તોત્રં ષડભિમાર્સૈઃ ફલં લભેત
સંવતસરેણસિદ્ધિં ચ લભતે નાત્રસંશયઃ ॥૭॥
અષ્ટભ્યોબ્રાહ્મણોભ્યસ્ય લિખિત્વા યઃ સમર્પયેત્
તસ્ય વિદ્યા ભવેત્સર્વા ગણેશસ્ય પ્રસાદતઃ ॥૮॥
ઇતિશ્રી નારદપૂરાણે "સંકટનાશન ગણેશસ્તોત્રમ્" સંપૂર્ણમ્ ॥

(Ganesh / Ganpati Aarti. In Gujarati. Literature and art site)

March 24, 2005 in ભજન-આરતી (bhajan-aarti) | Permalink | Comments (0) | TrackBack

March 23, 2005

મારા મરણ પર

મારા મરણ પર તમે આસું ન બહાવશો,
મારા મરણ પર દોસ્તો ગમ ન કરશો...
... મારી યાદ આવે તો સીધા ઉપર જ આવજો. (Humor / fun / shayari in Gujarati. Literature and art site)

March 23, 2005 in રમુજ (ramuj), શાયરી (shayari) | Permalink | Comments (9) | TrackBack

March 22, 2005

તમારી ઉડતી જુલફો

તમારી ઉડતી જુલફોને જરા કાબુ માં રાખો,
હજારોના દિલ ઘાયલ થયા છે, હવે તો માથામાં તેલ નાખો! (Humor / fun / shayari in Gujarati. Literature and art site)

March 22, 2005 in રમુજ (ramuj), શાયરી (shayari) | Permalink | Comments (2) | TrackBack

March 21, 2005

સદાશિવ વ્યાસ - "-"

તમે જેને
કાફલો કહો છો
એ તો ખરેખર -
ભૂલા પડેલા
માણસોનું ટોળું છે.

- સદાશિવ વ્યાસ (Sadashiv Vyas. Poems in Gujarati. Literature and art site)

March 21, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (1) | TrackBack

March 20, 2005

રાવજી પટેલ - ગીત

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ....
મારી વે'લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ....

પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ....

મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો; અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ....

- રાવજી પટેલ (Ravji Patel - Geet Mari Aankhe kanku na suraj aathamya. Poems in Gujarati. Literature and art site)

March 20, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (3) | TrackBack

March 19, 2005

ઉમાશંકર જોષી - ભોમિયા વિના

(ખાસ દર્શનાબહેનની ફરમાઇશ પર)

ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવાં'તાં કોતરો ને જોવી'તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે,
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે,
અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો, અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજકુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.

- ઉમાશંકર જોષી (Umashankar Joshi - Bhomiya Vina mare. Poems in Gujarati. Literature and art site)

March 19, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (4) | TrackBack

March 18, 2005

પ્રિન્સ અમેરીકા - તારી યાદ આવે છે - 1

તારી યાદ આવે છે.
સ્કોર્લ કરું મારી જુની યાદો ને,
હાઇપરલિંક થઇ ને તું સામે આવે છે.

એક એક મીનિટ તારી યાદ આવે છે,
સ્ક્રીન સેવર ની જેમ તું સામે આવે છે.

બેસુ છું કામ કરવા
મિનિમાઇસ કરું છું મારી બધી વિનડોને,
ડેસટોપ ની જેમ તું સામે આવે છે.

ડીલીટ કરુ છું એ યાદોની ફાઇલ ને
પન થોડી થોડી વારે એ રીસાઇકલ બિન માથી પાછી આવે છે.

શટડાઉન કરું છું મારી સીસ્ટમ
તો પન શટડાઉન મેસેજમાં તું આવે છે.

સ્કેન કરું છું મારી હારડડીક્સ ને
વાઇરસ બનીને તું સામે આવે છે.

- પ્રિન્સ અમેરીકા ( PrinceAmerica - tari yaad ave chhe Poems / humor / fun in Gujarati. Literature and art site)

March 18, 2005 in કવિતા (kavita), ગઝલ (ghazal), રમુજ (ramuj) | Permalink | Comments (3) | TrackBack

March 17, 2005

નર્મદ - જય જય ગરવી ગુજરાત!

જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત,
દીપે અરુણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત;
તું ભણવ ભણવ નિજ સંતજિ સઉને, પ્રેમ ભક્તિની રીત -
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.

ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત.

નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધ રમણને, રત્નાકર સાગર;
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.

તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધ્રરાજ જયસિંગ.
તે રંગ થકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત.
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.

-નર્મદ (Narmad - Jai Jai Garvi Gujarat. Poems Kavita in Gujarati. Literature and art site)

સાંભળો (click to listen)

March 17, 2005 in કવિતા (kavita), લોક સાહિત્ય (lok sahitya), સંગીત સાથે (audio) | Permalink | Comments (3) | TrackBack

March 16, 2005

કહે નેપોલિયન દેશને

કહે નેપોલિયન દેશને
કરવા આબાદાન
ભલું ભણાવો પુત્રીને
તો શાણી થાનાર. (jodakna / kahvatoe in Gujarati. Literature and art site)

March 16, 2005 in કહેવતો (kahvatoe), જોડકણા (jodakna), બાળ ગીતો (bal geeto) | Permalink | Comments (0) | TrackBack

March 15, 2005

તું હસે છે જ્યારે જ્યારે,

તું હસે છે જ્યારે જ્યારે, ત્યારે ત્યારે તારા ગાલ માં ખાડા પડે છે.
હું વિચારું છું બેઠો બેઠો કે મારા સિવાઇ આ ખાડામાં કેટલા પડે છે!

તમે ફૂલ નહીં પન જમીન પર ઉગ્તા ઘાસ છો,
સાચ્ચુ કહુ, તમે એક મોટો ત્રાસ છો. (Humor / fun Shayari in Gujarati. Literature and art site)

March 15, 2005 in રમુજ (ramuj), શાયરી (shayari) | Permalink | Comments (1) | TrackBack

March 14, 2005

હસતે મુખ રસ્તામાં વેર્યા,

હસતે મુખ રસ્તામાં વેર્યા,
ફૂલ નશીબે ગુલાબ કેરા.
નીચા વળીને વીણીશું ક્યારે?
આજે આજે ભાઇ અત્યારે. (jodakna / kahvatoe in Gujarati. Literature and art site)

March 14, 2005 in કહેવતો (kahvatoe), જોડકણા (jodakna), બાળ ગીતો (bal geeto) | Permalink | Comments (1) | TrackBack

March 13, 2005

પ્રિતમદાસ - હરીનો મારગ છે શૂરાનો

હરીનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને,
પ્રથમ પહેલું મસ્તક મૂકી, વળતા લેવું નામ જોને.

સુત વિત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;
સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડયા મરજીવા જોને.

મરણ આગમે તે ભરે મુઠ્ઠી, દિલની દુગ્ધા વામે જોને;
તીરે ઊભા જુએ તમાશો, તે કોડી નવ પામે જોને.

પ્રેમપંથ પાવકની જવાળા, ભાળી પાછા ભાગે જોને;
માંહી પડ્યા તે મહાસુખ માણે દેખનહારા દાઝે જોને.

માથા સાટે મોંધી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;
મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને.

રામ અમલમાં રાતામાતા, પૂરા પ્રેમી પરખે જોને;
પ્રિતમનાં સ્વામીની લીલા, તે રજનીદન નીરખે જોને.

- પ્રિતમદાસ (Pritamdas- Hari no maarag chhe. Poems in Gujarati. Literature and art site)

March 13, 2005 in કવિતા (kavita), પ્રભાત્યા (prabhatiya), ભજન-આરતી (bhajan-aarti) | Permalink | Comments (1) | TrackBack

March 12, 2005

મા

મા તે મા બીજા બધા વગડાના વા.

ઘોડે સ્વારી કરતો બાપ મરજો,
પણ દળણા દળતી મા ન મરજો. (Ma. kahvatoe in Gujarati. Literature and art site)

March 12, 2005 in કહેવતો (kahvatoe) | Permalink | Comments (3) | TrackBack

March 11, 2005

સરળની સર્વોપરિતા

સરળની સર્વોપરિતા

'સરળ' સોફ્ટવૅર, તત્કાલીન સોફ્ટવૅર્સ કરતા ભિન્ન(અનન્ય) છે, કારણ કે,
* 'સરળ' સોફ્ટવૅર, Unicode Compliant છે.
* 'સરળ' સોફ્ટવૅર, "Augmentation utility" છે. એટલે કે તમે જે Application, Tool કે સોફ્ટવૅર, વાપરતા હોય તેના બધાં જ ફાયદા મળે, ઉપરાંત 'સરળ' સોફ્ટવૅરના ફાયદાઓ મળે. વળી જો, તમે જે Application, Tool કે સોફ્ટવૅર, વાપરતા હોય તેમાં નવા ફાયદા, સુધારા કે Utility ઉમેરાય તો તેનો પણ લાભ મળે.(Now, you can "have the apple and eat it too" અટલે કે હવે "હસતાં હસતાં લોટ ફકાય"). આનો આશય એ છે કે શૂન્યની-શોધ-શરુઆતથી-ફરીથી ન કરવી.
* 'સરળ' સોફ્ટવૅર, Multilingual છે. એક જ વાક્યમાં ગુજરાતી, हिन्दी, English, বাংগলা, मराठ़ी કે વિશ્વની કોઇ પણ ભાષાનું મિશ્રણ કરી શકાય છે, اردو(ઊર્દૂ) નું પણ.
* વિશ્વની કોઇ પણ ભાષા, કોઇ પણ ફોન્ટ, કોઇ પણ Coding System(Ascii, Iscii, Unicode) માં લખી શકાય છે.
* અત્યારે તમે જે ફોન્ટ વાપરો છો, તે તમે 'સરળ' દ્વારા પણ વાપરી શકો છો, એટલે કે 'સરળ' Backward Font Compatible છે. એટલું જ નહીં, પરંતુ તમે એવો કોઇ ફોન્ટ વાપરવા માંગતા હો, કે જે યોગ્ય સોફ્ટવૅર (અથવા નાણાં) ના અભાવે ન વાપરી શક્યા હો, તો તે ફોન્ટ પણ તમે વાપરી શકશો.

તમને ગમતાં, પરંતુ Non-Unicode ફોન્ટને standard keyboad layouts જેવાકે Phonetic, Inscript, Typist કે તમારા પોતાના દ્વારા નિર્ધારીત keyboard મુજબ વાપરી શકશો.
* 'સરળ' સોફ્ટવૅર, ૧૦૦% Customisable છે, જેથી વ્યક્તિગત રુચી, જરુરીયાત કે આવડત અનુસાર, પોતાની મેળે ફેરફાર કરી શકાય છે. વળી, એક key દબાવતાં અનેક અક્ષરો પણ લખી શકાય છે. જેથી 'સરળ'ની keys પર પૂર્વનિર્ધારીત શબ્દો (અથવા તો ફકરાઓ) લખી શકાય છે.
* 'સરળ' ભાષા-વિશીષ્ટ મર્યાદાઓ પણ લાદી શકે છે. દા.ત. ભારતીય ભાષાઓમાં સ્વર ને સંજ્ઞા નથી લાગતી, તેથી આવા પ્રસંગે 'સરળ' સ્વર ને, બીજા યોગ્ય સ્વર વડે બદલે છે. વળી જો એક સંજ્ઞા પછી બીજી સંજ્ઞા લખવામાં આવે તો પહેલી સંજ્ઞાને 'સરળ' ભૂંસી નાખે છે. વળી જો શબ્દના પહેલા અક્ષર તરીકે સંજ્ઞા લખવામાં આવે તો 'સરળ' સંજ્ઞાને, યોગ્ય સ્વર વડે બદલે છે.

'સરળ'નું એક Add-on શબ્દસુધાર અને સારણી માટે, અક્ષરો અને સંજ્ઞાઓને યોગ્ય ક્રમમાં ગોઠવે છે.

'સરળ' સોફ્ટવૅર, નવી સદીનું નવલું નજરાણુ છે. Unicode Compliant હોવાના પોતાના જ ઘણા ફાયદા છે, દા.ત. હવે પછીની બધી જ Language Utilities, Unicodeને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે.(જેની વાત આપણે સમય રહે કરીશું) પ્રત્યેક દિન, 'સરળ'માં નવા નવા features ઉમેરાઇ રહ્યા છે.

'સરળ' કોઇ પણ 32 bit Operating System પર ચલાવી શકાય છે. હા! 'સરળ'ના બધાજ ફાયદાઓ મેળવવા માટે keyboard થી screen સુધીની આખીય system, Unicode Compliant હોવી જોઇએ, જેમ કે Windows 2000, Windows XP વગેરે. જો કે આ મર્યાદા 'સરળ'ના output પર નથી. 'સરળ' દ્વારા તૈયાર થયેલ document કોઇ પણ OS વાળા કોમ્પ્યુટર પર જોઇ શકાય છે કે જેમાં Unicode ફોન્ટ હોય.

'સરળ'ના developement માં પાયાની જે technology નો ઉપયોગ કરાયો છે, તે OS-independent છે. તેથી જો જરુરીયાત ઉદ્ભવે તો, 'સરળ' Linux, Unix વગરે OS પર Transport કરી શકાશે.

March 11, 2005 in સમાચાર (samachar) | Permalink | Comments (3) | TrackBack

March 10, 2005

જગદીપ વિરાણી - આજ ચાંદલિયો

(ખાસ અનુજાબહેનને આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)

આજ ચાંદલિયો વાદળિયે ક્યાં છુપાયો,
બોલી દે (3) ઓ રજની રાણી ...

વર્ષો વિયોગના વિત્યા પછી આજ
પ્રભુજીનો સંદેશો આવ્યો,
આજ તે આવે પૂનમ રાતે, હૈયે ઉમંગ છવાયો છવાયો ...

યાદ આવે છે તેની વાંસલડી નિશ-દિન
ભણકારા સુર તણા વાગે,
આજ તે વાંસલડી ફરી સુણાવશે, ઉરમાં આનંદ મચાવ્યો મચાવ્યો ...

મોર મુગટને પિતાંબર ધારી, હૈયે વસ્યો છે એ ગીરધારી,
જો સામેથી રથ સોનાનો, આવે આવે દોડ્યો દોડ્યો ...

- જગદીપ વિરાણી (Jaideep Virani - Aaj Chandaliyo Poems in Gujarati. Literature and art site)

March 10, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (0) | TrackBack

March 09, 2005

ગની દહીંવાલા (અબ્દુલગની અબ્દુલકરીમ) - ખોવાણું રે સપનું

મારું ખોવણું રે સપનું,
ક્યાંક જડે તો દઇ દેજો એ બીજાને ના ખપનું,
મારું ખોવણું રે સપનું.

પૂર્વ કહે છે પશ્રિમ તસ્કર, દક્ષિણ કે'છે ઉત્તર,
વગડા કે'છે ચોર આ વસતિ, પર્વત કે'છે સાગર,
ધરતીને પૂછું તો દે છે નામ ગગનમંડપનું,
મારું ખોવણું રે સપનું.

વ્હારે ધાજો જડ ને ચેતન મારી પીડ પિછાની,
અણુ અણુ સાંભળજો મારા સમણાની એંધાણી;
તેજ તણા અંબાર ભર્યા છે, નામ નથી ઝાંખપનું,
મારું ખોવણું રે સપનું.

ખોળે મસ્તક લૈ બેઠી'તી એક દી રજની કાળી,
જીવનની જંજાળો સઘળી સૂતી પાંપણ ઢાળી;
નીંદરના પગથારે કોઇ આવ્યું છાનુંછપનું,
મારું ખોવણું રે સપનું.

- ગની દહીંવાલા (અબ્દુલગની અબ્દુલકરીમ) (Gani Dahiwala - khovanu re sapnu. Ghazal in Gujarati. Literature and art site)

March 9, 2005 in ગઝલ (ghazal) | Permalink | Comments (0) | TrackBack

March 08, 2005

કાણાને

કાણાને કાણો નવ કહીએ
કડવા લાગે વેણ
હળવે રહીને પૂછીએ
શેણે ખોયા નેણ? (jodakna in Gujarati. Literature and art site)

March 8, 2005 in જોડકણા (jodakna), રમુજ (ramuj), લોક સાહિત્ય (lok sahitya) | Permalink | Comments (1) | TrackBack

March 07, 2005

ૐ શ્રી હનુમાન ચાલીસા


શ્લોક
મનોજવમ્ મારુતતુલ્યવેગમ્ જીતેન્દ્વિયમ્ બુદ્ધિતાંવરિષ્ઠમ્ ।
વાતાત્મજમ્ વાનરયૂથમુખ્યમ્ શ્રી રામદૂતમ્ શરણમ્ પ્રપદ્યે ॥
દોહા
શ્રી ગુરુચરણ સરોજ રજ, નિજ મન મુકુર સુધારી;
બરનો રઘુબીર બિમલ જસ,જો દાયક ફલ ચારી ।
બુદ્ધિહિન તનુ જાનકે, સુમિરો પવનકુમાર;
બલબુદ્ધિવિદ્યા દેહુ મોહિ હરહુ કલેશબિકાર ॥
ચોપાઇ
જય હનુમાન જ્ઞાન ગુન સાગર, જય કપિશ તિંહુ લોક ઉજાગર।
રામદૂત અતુલિત બલ ધામા, અંજનીપુત્ર પવનસુત નામા।
મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી।
કંચન બરન બિરાજ સુબેસા, કાનન કુંડલ કુંચિત કેસા..૪..

હાથ બજ્ર ઔર ધ્વજા બિરાજે, કાંધે મુંજ જનૈઊ સાજૈ।
સંકર સુવન કેસરી નંદન, તેજપ્રતાપ મહાજગવંદન।
વિદ્યાવાન ગુની અતિ ચાતુર, રામ કાજ કરિબે કો આતુર।
પ્રભુચરિત્ર સુનિબે કો રસિયા, રામલખન સીતા મન બસિયા..૮..

સૂક્ષ્મ રુપ ધરી સિંહ દિખાવા, બિકટરુપ ધરી લંક જરાવા।
ભીમ રુપ ધરી અસુર સંહારે, રામચં કે કાજ સવારે।
લાય સજીવન લખન જીયાયે, શ્રી રઘુબીર હરષિ ઉર લાયે।
રઘુપતિ કીન્હીં બહુત બડાઇ, તુમ મમ પ્રિય ભરત સમ ભાઇ..૧૨..

સહસ બદન તુમ્હરો જસ ગાવૈ, અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈ।
સનકાદિક બ્રહ્માદિ મુનીસા, નારદ સારદ સહિત અહીસા।
જમ કુબેર દિગપાલ જહાં તે, કબિ કોબિદ કહિ સકે કહાં તે,
તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હા, રામ મિલાય રાજ પદ દીન્હા..૧૬..

તુમ્હરો મંત્ર બિભીષણ માના, લંકેશ્વર ભયે સબ જગ જાના।
જુગ સહસ્ર યોજન પર ભાનુ, લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ।
પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહિં, જલધિ લાંધિ ગયે અચરજ નાહીં।
દુગૅમ કાજ જગત કે જે તે, સુગમ અનુગ્રહ તુમ્હરે તે તે..૨૦..

રામ દુઆરે તુમ રખવારે, હોત ન આજ્ઞા બિનુ પૈસારે।
સબ સુખ લહૈ તુમ્હારી સરના, તુમ રચ્છક કાહૂ કો ડરના।
આપન તેજ સમ્હારો આપૈ, તીનો લોક હાંક તેં કાપૈ।
ભૂત પિસાચ નિકટ નહિં આવૈ, મહાબીર જબ નામ સુનાવૈ..૨૪..

નાસૈ રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત બીરા।
સંકટ સે હનુમાન છુડાવે, મન કમૅ વચન ધ્યાન જાજો લાવૈ।
સબ પર રામ તપસ્વી રાજા, તિન કે કાજ સકલ તુમ સાજા।
ઔર મનોરથ જો કોઇ લાવૈ, સોઇ અમિત જીવન ફલ પાવૈ..૨૮..

ચારોં જુગ પરતાપ તુમ્હારા, હૈ પરસિદ્ધ જગત ઉજિયારા।
સાધુ સંત કે તુમ રખવારે, અસુર નિકંદન રામ દુલારે।
અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અસ બર દીન જાનકી માતા।
રામ રસાયન તુમ્હારે પાસા, સદા રહો રઘુપતિ કે દાસા..૩૨..

તુમ્હરે ભજન રામ કો પાવૈ, જનમ જનમ કે દુઃખ બિસરાવૈ।
અંતકાલ રઘુબર પુર જાઇ, જહાં જન્મ હરિભક્ત કહાઇ।
ઔર દેવતા ચિત્ત ન ધરઇ, હનુમંત સેઇ સવૅ સુખ કરઇ।
સંકટ કટે મિટૈ સબ પિડા, જો સુમરૈ હનુમંત બલબિરા..૩૬..

જૈ જૈ જૈ હનુમાન ગોંસાઇ, ક્રૃપા કરહુ ગુરુદેવ કી નાઇ।
જો સત બાર પાઠ કરે કોઇ, છૂટહી બંદિ મહાસુખ હોઇ।
જો યહ પઢે હનુમાન ચાલીસા, હોઇ સિદ્ધિ સાખી ગૌરીસા।
તુલસીદાસ સદા હરિ ચેરા, કીજૈ નાથ હ્યદય મહઁ ડેરા..૪૦..
દોહા
પવનતનય સંકટ હરન, મંગલમૂરતિ રુપ ।
રામ લખન સીતા સહિત, હ્યદય વસો સુર ભૂપ ॥

સાંભળો (click to listen)(Hanuman Chalisa. In Gujarati. Literature and art site)

March 7, 2005 in ભજન-આરતી (bhajan-aarti), સંગીત સાથે (audio) | Permalink | Comments (0) | TrackBack

March 06, 2005

જમિયત પંડયા - હસતો રહ્યો

જીવતો દાટી કબરમાં એ પછી રડતાં રહ્યાં,
હું કબરમાં પણ, કરેલા પ્યાર પર હસતો રહ્યો.

-જમિયત પંડયા (Jamiyat Pandya. Poems in Gujarati. Literature and art site)

March 6, 2005 in શાયરી (shayari), સુવાક્ય (suvakya) | Permalink | Comments (0) | TrackBack

March 05, 2005

'કિસ્મત' કુરેશી - સંબંધની ગાંઠો

કેટલી સંબંધની ગાંઠો જીવનના દોર પર
બાંધતાં બાંધી પછી છોડ્યા કરે, છોડ્યા કરે.

- 'કિસ્મત' કુરેશી ('Kismat' Kureshi. Poems in Gujarati. Literature and art site)

March 5, 2005 in સુવાક્ય (suvakya) | Permalink | Comments (1) | TrackBack

March 04, 2005

શેખાદમ આબુવાલા - એ તો ઝીલે તે જાણે

ખબર ક્યાંથી પડે બીજાને, એ તો ઝીલે તે જાણે;
કલેજાને ખબર છે કે નજરનાં તીર વસમાં છે !

- શેખાદમ આબુવાલા (Sheikhadam Aabuwala. Shayari in Gujarati. Literature and art site)

March 4, 2005 in શાયરી (shayari) | Permalink | Comments (0) | TrackBack

March 03, 2005

બાલશંકર કંથારિયા - ગુજારે જે શિરે તારે

આ કાવ્યની એક એક પંક્તિ મને પ્રિય છે અને જીવવા માટેની ચાવી છે.

ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સ્હેજે;
ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે.

દુનિયાની જુઠી વાણી, વિશે જો દુ:ખ વાસે છે;
જરાયે અંતરે આનંદ, ના ઓછો થવા દેજે.

કચેરી માંહિ કાજીનો, નથી હિસાબ કોડીનો;
જગત કાજી બનીને તું, વહોરી ના પીડા લેજે.

જગતના કાચના યંત્રે, ખરી વસ્તુ નહીં ભાસ;
ન સારા કે નઠારાની, જરાએ સંગતે રહેજે.

રહેજે શાંતિ સંતોષે, સદાયે નિર્મળે ચિત્તે;
દિલે જે દુ:ખ કે આનંદ, કોઇને નહીં કહેજે.

વસે છે ક્રોધ વેરી, ચિત્તમાં તેને તજી દેજે;
ધડી જાએ ભલાઇની, મહાલક્ષ્મી ગણી લેજે.

રહે ઉન્મત્ત સ્વાનંદે, ખરૂં એ સુખ માની લે;
પિયે તો શ્રી પ્રભુના, પ્રેમનો પ્યાલો ભરી પીજે.

કટુ વાણી સુણે જો કોઇની, વાણી મીઠી કહેજે;
પરાઇ મૂર્ખતા કાજે, મુખે ના ઝેર તું લેજે.

અરે પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માગે તો;
ન માગે દોડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે.

અહો શું પ્રેમમાં રાચે, નહીં ત્યાં સત્ય પામે તું !
અરે તું બેવફાઇથી ચડે નિંદા તણે નેજે.

લહે છે સત્ય જે, સંસાર તેનાથી પરો રહેજે;
અરે એ કીમિયાની જો મઝા છે, તે પછી કહેજે.

વફાઇ તો નથી, આખી દુનિયામાં જરા દીઠી;
વફાદારી બતાવા ત્યાં, નહીં કોઇ પળે જાજે.

રહી નિર્મોહિ શાંતિથી, રહે એ સુખ મોટું છે;
જગત બાજીગરીના તું, બધાં છલબલ જવા દેજે.

પ્રભુના નામનાં પુષ્પો, પરોવી કાવ્યમાળા તું;
પ્રભુની પ્યારી ગ્રીવામાં, પહેરાવી પ્રિતે દેજે.

કવિ રાજા થયો શી છે, પછી પીડા તને કાંઇ?
નિજાનંદે હંમેશા બાલ, મસ્તીમાં મઝા લેજે.

- બાલશંકર કંથારિયા (Balshankar Kantharia - Gujara je shira tare. Poems in Gujarati. Literature and art site)

March 3, 2005 in કવિતા (kavita), પ્રભાત્યા (prabhatiya), ભજન-આરતી (bhajan-aarti) | Permalink | Comments (5) | TrackBack

March 02, 2005

'કલાપી' સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - એક યાદી આપની !

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી :
જોયું ન જોયું છો બને, જો એક યાદી આપની !

- 'કલાપી' સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (Kalapi - Aek Yaadi aapni Kalapi no Kekaro. Poems in Gujarati. Literature and art site)

March 2, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (0) | TrackBack

March 01, 2005

મહેન્દ્ર વ્યાસ 'અચલ' - કોઇ પ્રીત કરી તો જાણે !

કોઇ પ્રીત કરી તો જાણે !
અંતરમાં આ શીતળ અગનને કોઇ ભરી તો જાણે !

- મહેન્દ્ર વ્યાસ 'અચલ' (Mahendra Vyas 'Aachal' Poems / Ghazalz in Gujarati. Literature and art site)

March 1, 2005 in ગઝલ (ghazal) | Permalink | Comments (10) | TrackBack


This page is powered by Blogger. Isn't yours? Site Meter

what blogs are good for, aside from ego expression... Sort of like putting your face, life story and personal opinions on a milk carton so other people can see them.