ફોર એસ વી - પ્રભાતનાં પુષ્પો (પ્રથંમ ગુજરાતી બ્લોગ)
અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માગ્યું,કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
અમે વનવનનાં પારણાંની દોરે, શોધ્યું ફૂલોની ફોરે, કે ગીત અમે …અમે ગોત્યું વસંતની પાંખે, ને વીજળીની આંખે, કે ગીત અમે …અમે શોધ્યું સાગરની છોળે, વાદળને હિંડોળે, કે ગીત અમે …અમે ગોત્યું કંઇ સેંથીની વાટે, લોચનને ઘાટે, કે ગીત અમે …અમે ખોળ્યું શૈશવને ગાલે, કે નહ-નમી ચાલે, કે ગીત અમે …અમે જોઇ વળ્યાં દિશદિશની બારી, વિરાટની અટારી,ઉરે આંસુ પછવાડે હીંચતું, ને સપનાં સીંચતું, કે ગીત અમે …
- ઉમાશંકર જોષી (Umashankar Joshi - Geet aame gotayu. Poems in Gujarati. Literature and art site)
Posted in કવિતા (kavita) | No Comments »
(ખાસ ડૉ. વિવેક ટેલર્ના આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)
રમેશ પારેખના ગીતો ગુજરાતી ભાષાનો જાણે આત્મા છે. 1968 ની સાલ માં લખાયેલું ‘તમને ફૂલ દીધાનું મને યાદ’ કાવ્ય રમેશ પારેખ ની કેટલીક સર્વકાલીન શ્રેષ્ઠ રચનાઓમાંનું એક. દરેક કવિ પોતાની કૃતિને લાડલા સંતાનની પેઠે ચાહે છે. ચાહતની આ પરાકાષ્ઠાનું અદભૂત ઉદાહરણ એટલે છે…..ક અગિયાર વર્ષ બાદ પોતાની લોકલાડીલી કવિતાનું ગીતમાં રૂપાંતરણ. બંને કવિતા અને ગીત આ સાથે આસ્વાદાર્થે અહીં બીડ્યાં છે.
કાવ્ય
ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદસળવળ વહેતી કેડસમાણી લીલોતરીમાં તરતા ખેતરશેઢે, સોનલ…અમે તમારી ટગરફૂલ-શી આંખે ઝૂલ્યા ટગરટગર તે યાદઅમારી બરછટ બરછટ હથેળીઓને તમે ટેરવાં ભરી કેટલીવાર પીધાનું યાદધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદઅડખેપડખેનાં ખેતરમાં ચાસ પાડતાં હળ મારી આંખોમાં ફરતાંએકલદોકલ કોઈ ઉછળતું સસલું દોડી જતાં ઝાંખરાં પરથી પર્ણો ખરતાંતરે પવન ના લયમાં સમળી તેના છાયા છૂટાછવાયા ફાળ ઘાસમાં ભરતાડાળ ઉપર ટાંગેલી ઠીબનું નાનું સરખું બપોર ઊડી એકસામટું પાંખ વીંઝતું હવા જેવડું થાયડાળ ઉપર ટાંગેલી ઠીબમાં સવાર પીતું નીલરંગનું પંખી જોઈ ઝાડ ભૂલ્યાનું યાદધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ(27-9-68)
( કાવ્યનું રૂપાંતર ગીતમાં )
ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદકેડસમાણી લીલોતરીમાં ખૂલ્લાં ખેતર તરતાં સોનલ, તમને ફૂલ દીધાના અવસરથી નીતરતાંતમે અમારી હથેળીઓ ભેંકાર કેટલીવાર ટેરવાં ભરી પીધાનું યાદખેતરમાં આ અડખપડખનાં હળ આંખોમાં ફરતાંએકલદોકલ સસલું દોડી જતું, પાંદડાં ખરતાંસમળી ના પડછાયા છૂટી ફાળ ઘાસમાં ભરતાઅમે તમારી ટગરફૂલ-શી ટગરટગરતી આંખે જિયલ ઝૂલા ઝૂલ્યા નું યાદડાળ ઉપર એક ઠીબ, ઠીબથી બપોર ફંગોળાયપાંખ વીંઝતું પાંખ વીંઝતું હવા જેવડું થાયસવારપંખીનો પડછાયો ઠીબ વિશે તરડાયઠીબમાં ઝૂકી સવાર પીતું નીલરંગનું પંખી- જોઈ ઝાડ ભૂલ્યાનું યાદ(10-5-79)
- રમેશ પારેખ (Ramesh Parekh - Tamne Phhool Aapiya nu yaad. Poems in Gujarati. Literature and art site)
(ખાસ જાગૃતિબહેનના આભારી છીએ આ આમંત્રણ મોકલવા બદલ)
પરમકૃપાળુ પવનદેવની ઇષ્ટ કૃપાથી
શ્રીમતિ સળીબેન અને શ્રી કાગળલાલના સુપુત્રચિરંજીવી પતંગના શુભલગ્ન
શ્રીમતિ ફીરકીબેન અને શ્રી માંજાલાલની સુપુત્રીઅખંડ્સૌભાગ્યવતી ચિરંજીવી દોરી સાથે
તા. ૧૪ જાન્યુઆરી ૨૦૦૬ ના રોજ નિર્ધાર્યા છે.
તો, આ શુભ ખેંચણીયા પ્રસંગે ઊડણીયા દંપતિનો આનંદ લેવાલૂંટણીયાઓ સહિત પધારી ઘોંઘાટમાં વૃદ્ધિ કરશોજી….
વિશેષ નોંધ – ગુંદરપટ્ટી પ્રથા બંધ છે.
- અનામી (Aanami - Aamantran. Ramuj / Humor in Gujarati. Literature and art site)
Posted in રમુજ (ramuj) | 3 Comments »
આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે,પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે.
મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું,સ્વીમિંગપુલના સઘળા નિયમોનું પાલન કરવાનું.
દરેક કૂંપળને કોમ્પ્યુટર ફરજિયાત શીખવાનું,લખી જણાવો વાલીઓને તુર્તજ ફી ભરવાનું.
આ ઝરણાંઓને સમજાવો સીઘી લીટી દોરે,કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે.
અમથું કૈં આ વાદળીઓને એડમિશન દેવાનું?ડોનેશનમાં આખ્ખેઆખ્ખું ચોમાસું લેવાનું.
એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો,‘આઉટડેટ’ થયેલો વડલો મારી કાઢે ભૂલો !
- કૃષ્ણ દવે (Krushna Dave - Shikshan. Poems in Gujarati. Literature and art site)
Posted in કવિતા (kavita), રમુજ (ramuj), બાળ ગીતો (bal geeto) | 5 Comments »
(ખાસ જાગૃતિબહેનના આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)
કોઇ સપનામાં ઊગે છે સૂરજની જેમ, અને મારામાં કાંકરી ખૂંચે છે !પાંપણ ઢળે તો કહે અંધારું કેમ? અને મારામાં કાંકરી ખૂંચે છે !
એકાંતે હોય તોય એકલાં નહીં, ને છતાં મેળો કહેવાય એવું કાંઇ નહીં,આવનારાં આવે ને જાનારાં જાય, તોય પડવા દેવાની કોઇ ખાઇ નહીં;કોઇ બારણું અધૂકડું ખોલી કહે આવ, અને અને મારામાં કાંકરી ખૂંચે છે !પછી બે કાંઠે છલકાતું આખું તળાવ, અને મારામાં કાંકરી ખૂંચે છે !
મળવાનું સહેલું પણ ભળવાનું અઘરું, ને ખોવાવું એ જ ખરો ખેલ !ઠરવાનાં ઠેકાણાં હડસેલે દૂર, ક્યાંક મળવાનો એવો પણ છેલ !કોઇ માંડે છે મધરાતે મીઠી રમત, અને મારામાં કાંકરી ખૂંચે છે !પછી ખીણમાં ધકેલાતો આખો વખત, અને મારામાં કાંકરી ખૂંચે છે !
Posted in કવિતા (kavita) | 2 Comments »
(ખાસ ડૉ. વિવેક ટેલર્ ને આભારી છીએ આ ગઝલ અભિપ્રાયમાં મોકલવા બદલ)
દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
ન ધરા સુધી,ન ગગન સુધી,નહી ઉન્નતિ,ન પતન સુધી,અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.
હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.
છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી ;ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.
તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,જો અરજ કબૂલ હો આટલી તો હદયથી જાઓ નયન સુધી.
તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.
જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
- ગની દહીંવાલા (અબ્દુલગની અબ્દુલકરીમ) (Gani Dahiwala - diwaso joodai na jai chhe. Ghazal in Gujarati. Literature and art site)
Posted in ગઝલ (ghazal) | 4 Comments »
અડધી રમત થી ઊઠવાની છૂટ છે તને,તારી શરત થી જીતવાની છૂટ છે તને.
વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,સીવેલાં હોઠ લઈ જવાની છૂટ છે તને.
ખાલી જગા સમાન આ જીવન હવે થયું,પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને.
મરજી થી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર!ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને.
નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મ માં,ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.
આ આંગળીનાં શ્વાસ માં થઈ શબ્દ ની હવા,આશ્રિત ને પ્રાણ બક્ષવાની છૂટ છે તને.
- ડૉ. વિવેક મનહર ટેલર (Dr. Vivek Tailor - Chhut chhe tane. Ghazal in Gujarati. Literature and art site)
(ખાસ ડૉ. વિવેક ટેલર્ ને આભારી છીએ આ ગઝલની સંપુર્ણ રચના અભિપ્રાયમાં મોકલવા બદલ)
કાજળભર્યાં નયનના કામણ મને ગમે છે,કારણ નહીં જ આપુ કારણ મને ગમે છે.
લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છેભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે.
જીવન અને મરણની હર ક્ષણ મને ગમે છે,ઝેર હોય અથવા મારણ મને ગમે છે.
ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે,જળ હોય ઝાંઝવાંનાં તોપણ મને ગમે છે.
હસવું સદાય હસવું, દુઃખમાં અચૂક હસવું,દીવાનગી તણું આ ડહાપણ મને ગમે છે.
આવી ગયાં છો આંસૂ લૂછો નહીં ભલા થઈઆ બારે માસ લીલાં તોરણ મને ગમે છે.
લાવે છે યાદ ફૂલો છબો ભરી ભરીને,છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે.
દિલ શું હવે હું પાછી દુનિયાય પણ નહીં દઉં,એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે.
હું એટલે તો એને વેંઢારતો રહું છું,સોગંદ જિંદગીનાં! વળગણ મને ગમે છે.
ભેટ્યો છું મોત ને પણ કૈં વાર જિંદગીમાં!આ ખોળિયા ની જેમ જ ખાંપણ મને ગમે છે.
‘ઘાયલ’ મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં,મે રોઈને ભર્યાં છે, એ રણ મને ગમે છે.
-અમૃત ‘ઘાયલ’ (Amrut Dhayal - Mane Gamae chhe. Ghazal in Gujarati. Literature and art site)
Posted in ગઝલ (ghazal) | 3 Comments »
અમે તો સૂરજના છડીદાર અમે તો પ્રભાતના પોકાર ! … અમે
સૂરજ આવશે સાત ઘોડલેઅરુણ રથ વ્હાનાર !આગે ચાલે બંદી બાંકો, પ્રકાશ-ગીત ગાનાર ! … અમે
નીંદરને પારણીએ ઝૂલે, ધરા પડી સૂનકાર !ચાર દિશાના કાન ગજાવી, જગને જગાડનાર ! … અમે
પ્રભાતના એ પ્રથમ પહોરમાં, ગાન અમે ગાનાર !ઊંઘ ભરેલાં સર્વ પોપચે, જાગૃતિ-રસ પાનાર ! … અમે
જાગો, ઉઠો ભોર થઇ છે, શૂરા બનો તૈયાર !સંજીવનનો મંત્ર અમારો, સકલ વેદનો સાર ! … અમે
- કૃષ્ણલાલ શ્રીધરાણી(Krushnalal shree Dharani - kookdo / kukdo. Bal geet, prebhatiya, Poems in Gujarati. Literature and art site)
Posted in બાળ ગીતો (bal geeto), પ્રભાત્યા (prabhatiya) | 2 Comments »
Leave A Comment »
જુવાની ભલે વીતી હોય દીલ તો હજી જુવાન છેછીપમાં ફરી સંતાઇ મોતી બનવાનું અરમાન છેચાલને પ્રીયે જઇએ ઊડી, પાંખમાં પરોવી પાંખહજી આંખ મંહી વિચરતા વિહંગની ઊડાન છેહાથમાં પકડી હાથ આજે નાચીએ મન મુકીનેભમરા પાસેથી ઉધાર લીધેલું એક ગાન છેપ્રેમથી સીંચ્યુ તે મારા ઘર આંગણને કેટલુંતુ ના હો તો આ ફૂલવાડી એક રણમેદાન છેમોત પણ મુકી દેશે થાકીને હથીયાર હેઠાંતારી સાડીના પાલવમાં છુપાવેલ મારો જાન છેબુઢાપો એટલે સંસારનું પાકી ગયેલુ ફળ મીઠુંજુવાની જિંદગીની શાન છે તો બુઢાપો એક વરદાન છે
- વિશાલ મોણપરા(Vishal Monpara - budhaapo. Poems in Gujarati. Literature and art site)
1 Comment »
શબ્દ ના રસ્તે મને મળતી રહે,સ્વપ્ન ની અડફેટ માં ચડતી રહે.
હું અહલ્યા માં થી શીલા થઈ જઈશ,એક નજર તો આ તરફ કરતી રહે.
તું પ્રણય ની હો પરી, શમણું હતું,આદમી ને પણ કદી અડતી રહે.
છું સમય ની છીપ માં મોતી સમો,સ્વાતિ નું થઈ બુંદ તું પડતી રહે.
હું સમય ની પાર વિસ્તરતો રહું,તું અનાગત થઈ મને મળતી રહે.
લોક સમજે કાંકરો ડૂબી ગયો….અંક માં રાખી મને વહતી રહે.
- ડૉ. વિવેક મનહર ટેલર (Dr. Vivek Tailor - Malti Rahae. Ghazal in Gujarati. Literature and art site)
2 Comments »
- જયંતી પટેલ(Jayanti Patel Vicharo Literature and art site)
તારા તરફનો એક જ આંચકો અને મારો પતંગ કપાઇ ગયો. મને ખાતરી થઇ કે હું ઘણે ઊંચે પહોંચેલો પણ મારો માંજો કાચો હતો. આવા કાચા દોરના એકાદ ટુકડા સાથે, આજે તો મારું હ્ર્દય આકશમાં લથેડિયાં લઇ રહ્યું છે અને જે પક્ષીઓ મારું સ્વાગત કરવા આવ્યાં હતાં તે ચાલ્યા ગયાં છે.
અને આવી મારી દશા જોઇને તું આનંદના પોકાર પાડે છે કે, ‘કાપ્યો રે, કાપ્યો.’ આખરે જો આમ જ કરવું હતું તો પછી તેં મને તારી આગાસીમાં શા માટે ખેંચી ન લીધો? મારા દુંખનો પાર નથી, કારણ કે હું કયાં જઇને પડીશ તે હું જાણતો નથી. આકાશમાં હું ભટકી રહ્યો છું પણ પળે પળે મારી ગતી જમીન તરફ ઢળી રહી છે અને મને પકડવા માટે અનેક આત્માઓ કૂદી રહ્યા છે.
કેવી આ જિંદગી છે! કાપે છે કોઇ અને પકડવા દોડે છે બીજા …!! (Vaju Kotak Gujarati Chitralekha. Vicharo Literature and art site)
આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે,કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.
કોઈ ફુગ્ગાનું ફૂટવુ લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા,કોઈ અંગત ફાડી ખાનારુ એકાંત લઈને આવ્યા છે.
કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ, કોઈ ઉભડક ઉભડક લાગણીઓ,કોઈ ફાળ, તો કોઈ તંબુની નિરાંત લઈને આવ્યા છે.
કોઈ ધસમસતા ખાલી ચહેરે, કોઈ ભરચક શ્વાસે ઊમટતા,કોઈ અધકચરા, કોઈ અણોસરા જજબાત લઈને આવ્યા છે.
આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવુ લાવ્યો તું ય, રમેશ,સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે.
- રમેશ પારેખ (Ramesh Parekh - Mealo. Poems in Gujarati. Literature and art site)
ડાળીએથી એક ફૂલ ચૂંટયું તમે,ને આખા વગડામાં પાનખર પેઠી;હોઠ મહીં એક વેણ રૂંધ્યું તમે,ને આખી મ્હેફિલ તે ચૂપ થઇ બેઠી.
- પિનાકિન ઠાકોર (Pinakin Thakor - Chhup, Shayari in Gujarati. Literature and art site)
કાળી ધોળી રાતી ગાય.પીએ પાણી ચરવા જાય,ચાર પગ ને આંચળ ચાર,વાછરડાં પર હેત અપાર.પાછળ પૂંછડા પર છે વાળ,તેથી કરે શરીરસંભાળ;કાન શિંગ, બે મોટી આંખ,પૂંછડાથી ઉડાડે માખ.નરમ રુવાંટી લિસ્સું અંગ,ગેલ કરે વાછરડાં સંગ.દૂધ તેનું ધોળું દેખાય,સાકર નાખી હોંશે ખાય,દહીં માખણ ઘી તેનાં થાય,તેથી બહુ ઉપયોગી ગાય.
- ધીરજ (Dhiraj - Gaai nursery rhyme / Bal geeto, Poems in Gujarati. Literature and art site)
અલ્લા બેલી, અલ્લા બેલી, જાવું જરૂર છે, બંદર છો દૂર છે!બેલી તારો બેલી તારો, બેલી તારો તું જ છે, બંદર છો દૂર છે!
ફંગોળે તોફાની તીખાતા વાયરા,મૂંઝાયે અંતરના હોયે જે કાયરા;તારા હૈયામાં જો સાચી સબૂર છે. છોને એ દૂર છે!આકાશી નૌકાને વીજ દેતી કાટકા,તારી નૌકાનેય દેતી એ ઝાટકા;મધદરિયો મસ્તીમાં છોને ચકચૂર છે; બંદર છો દૂર છે!
આંખોના દીવા બુઝાવે આ રાતડી,ધડકે ને ધડકે જે છોટેરી છાતડી;તારે છાતીમાં, જુદેરું કો શૂર છે છોને એ દૂર છે!અલ્લા બેલી, અલ્લા બેલી, જાવું જરૂર છે, બંદર છો દૂર છે!બેલી તારો બેલી તારો, બેલી તારો તું જ છે, બંદર છો દૂર છે!
- સુંદરજી બેટાઇ (Sunderji Betai - Allah Belly Poems in Gujarati. Literature and art site)
મને ગમતાનું ગામ જરા ગોતી ધો કોઇ, હું તો શમણાના વનમાં ખોવાણી.
મારો ચાંદલો ચાંદલિયાને ચોડી ધો કોઇ, રાત કુમકુમના ઘોળમાં ઘેરાણી.
ઓલ્યા તારલાનાં તેજ જરા ચૂંટી લ્યો કોઇ, ભીનું આભલું ને વાત આ વંકાણી.
ઓલ્યા કોકિલનો કંઠ જરા લૂંટી લ્યો કોઇ, પ્રીત ગીત્યુંની ભાત્યમાં ગૂંથાણી.
મને મોરલાને પીંછે મઢી ધો રે કોઇ, હું તો અષાઢી ઓરતે બંધાણી.
મને ગમતાંનું નામ જરા ગોતી ધો કોઇ, પીટૂયા ગારૂડીની ગાંઠે ગંઠાણી.
- જયોતિ ગાંઘી (Jyoti Gandhi- gamta nu gaam gai. Poems in Gujarati. Literature and art site)
બા લાગે વહાલી, મને તો બા લાગે વહાલી;
વહાલામાં વહાલી, મને તો બા લાગે વહાલી
હિંચોળી ગીત મીઠાં ગાતી દૂધ મીઠું પાતી … મને તો
જે માગું તે સઘળું દેતી બચીઓ બહુ લેતી … મને તો
હસું રમું તો રાજી થાતી રડું તો મૂંઝાતી … મને તો
વાંક બધા યે માફ કરીને મારા ગુણ ગાતી … મને તો
- ત્રિભુવનભાઈ વ્યાસ(Tribhuvanbhai Vyas- Vahali Ba. Poems in Gujarati. Literature and art site)
અનેક પ્રસંગો બની ગયા પછી તેમાંથી સારરૂપ જે શિક્ષણ ઊભું થાય છે તે કહેવતનું રૂપ લે છે. કહેવત ઉપરથી એક પ્રજાની ડહાપણનું માપ નીકળી શકે છે.
- વા વાત લઇ જાય. માઠા ખબર વીજળીવેગે જાય.- સાસ ત્યાં સુધી શોષ. જીવે ત્યાં સુધી જંજાળ. દમ ત્યાં લગી દવા.
-લોક સાહિત્ય(lok sahitya. Poems and proverbs in Gujarati. Literature and art site)
યેષાં ન વિદ્યા, ન તપો ન દાનં, ન જ્ઞાનં, ન શિલં, ન ગુણો ન ધર્મં ।તે મૃત્યુલોકે ભૂવિભારભૂતા, મનુષ્યરૂપેણ મૃગાસ્ચરન્તિ ॥
માનવી માનવ બને તો ઘણું!
- અનામી (Aanami - Ma Nav. Vicharo in Gujarati. Literature and art site)
‘હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત,એટલી વાતને કહેવા માટે કેટલો વલોપાત.
‘કહ્યા પછી શું ?’ ની પાછળ શંકા અને આશા, શબ્દો વરાળ થઈને ઊડે ભોંઠી પડે ભાષા.
દિવસ સફેદ પૂણી જેવો : પીંજાઈ જતી રાત,’હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત.
પ્રેમમાં કોઈને પૂછવાનું શું : આપમેળે સમજાય, વસંત આવે ત્યારે કોયલ કેમ રે મૂંગી થાય ?
આનંદની આ અડખેપડખે અવાક્ છે આઘાત,‘હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત.
-સુરેશ દલાલ (Suresh Dalal- Prem karu Chhu. Poems in Gujarati. Literature and art site)(via રીડગુજરાતી.કોમ )
3 Comments »
ભર વસંતે આમ ઉનાળો ન કરહિમકણચ છું ઝાઝો હૂંફાળો ન કર
જે બધું છૂંટયું એ ભૂલી જા હવેબાદબાકીઓનો સરવાળો ન કર
માત્ર પડછાયા જ ફેલાશે અહીંગામ વચ્ચે ખુદને ઉજમાળો ન કર
માનસરનાં મોતી બોલાવે તનેહંસ થઇને વ્રુક્ષ પર માળો ન કર
શબ્દ સોનેરી મળ્યો છે મૌનમાંઆમ એ લખ કરી કાળો ન કર
-જવાહર બક્ષી(Jawahar Bakshi - N kar. Ghazal in Gujarati. Literature and art site)
Good friends and interested readers,
Good news! I am moving this blog – and my others – to my VERY OWN DOMAIN!
If you will replace your http://sv.typepad.com/guju URLs with the beautiful new http://www.forsv.com/guju
Then we’ll meet there in one month (hey, I do get a little time off to refresh my roots in Mother India!)
I hope I’ll see you there. Meanwhile, I hope November is a lucky, surprisingly good month for all of you.
All the best,
October 28, 2005 in Weblogs, સમાચાર (samachar) | Permalink| Comments (0)| TrackBack
(via રીડગુજરાતી.કોમ )
મધુર રહીએ એટલું સુ:ખ, માનવી રહીએ એટલું દુ:ખ,સુખી રહીએ એટલી આશાઓ, જરૂરિયાત સંતોષે એટલી સમૃધ્ધિ, હૂંફ આપે એટલા મિત્રો, અનેઆજને ગઈ કાલ કરતાં વધુ સુખદ્ બનાવે એટલી નિશ્ચયશક્તિ.
જન્મદિને લગ્નપ્રસંગે, લગ્નતિથિએ, નૂતનવર્ષે કે પછી જીવનનો કોઈ પણ મહત્વનો અને શુભ પ્રસંગ હોય ત્યારે લોકો આશીર્વાદ આપતાં કહે છે : ‘સુખી થજો’. માણસની ઈચ્છા સુખી થવાની હોય છે. એને સુખી થવું હોય છે. એને સુખ અને શાંતિ જોઈતાં હોય છે. સુખી થવા માટે એ મથામણ કરે છે, છતાં કોણ જાણે કેમ સુખ અને શાંતિ ચંચલ પતંગિયાની માફક એને પકડવા જઈએ, એની પાછળ દોડીએ તેમ દૂર ને દૂર ઊડી જાય છે ! સુખ અને શાંતિને બદલે આજના આપણાં જીવનમાં અશાંતિ, અજંપો અને ઉદ્વેગ ખૂબ વધી ગયાં છે.
અમેરિકા તો વિશ્વનો ઘણો સમૃધ્ધ દેશ છે. જીવનમાં ઘણી સગવડ છે, છતાં લોકોના મનને શાંતિ નથી. ‘ટેન્શન’ને લીધે ઊંઘવા માટે ગોળીઓ લેતા હોય છે. વધુ ને વધુ લોકો માનસિક ‘ડીપ્રેશન’ નો ભોગ બનતાં જાય છે. સમજ નથી પડતી કે આવું કેમ બને છે ? આપણી જીવનશૈલી ખોટી છે ? આપણી વિચારધારામાં ક્ષતિ છે ? પ્રગતિની એ કિંમત છે ? કે પછી માનવીની એ નિયતિ જ છે ? સુખ એ શું મૃગજળ છે ? સુખ માટેની માનવીની ઝંખના એ શું માત્ર ઝંખના રહેવા જ સર્જાઈ છે કે પછી માનવીને સુખ શું છે એની જ ખબર નથી ?
આદિ કાળથી માણસ સુખની શોધમાં જ રહ્યો છે. પ્રશ્ન એ જ છે કે એને સુખ કેવી રીતે સાંપડે ? સુખની વ્યાખ્યા વ્યકિતએ વ્યકિતએ અલગ હોય છે અને એ બદલાતી રહે છે, પરંતુ મોટા ભાગના માણસો માટે તો સુખ એટલે પ્રાપ્તિ – મેળવવું – પુષ્કળ મેળવવું અને ભોગવવું. જે મળ્યું તેનાથી વધારે ને વધારે મેળવતાં જ જવું, જે કાંઈ મેળવ્યું હોય તેનું પ્રદર્શન કરવું અને એ માટે લોકોની પ્રશંસા પ્રાપ્ત કરવી. માણસનું મન તૃપ્ત થતું નથી. એને હંમેશા એમ થાય છે કે ‘હજી વધારે હોય તો સારું.’ સાથે સાથે એને એમ પણ થાય છે કે આટલું મળશે એટલે બસ! પછી હું સુખી થઈશ. પછી બસ, સુખ ને સુખ જ હશે.
આપણાં પોતાના અંતરના ઊંડાણમાં એક કાલ્પનિક સ્વપ્નું હોય છે. વિઝન હોય છે. આપણને થાય છે કે આપણે એક લાંબી સફરે નીકળ્યા છીએ. ચાલતી ટ્રેઈનની બારીમાંથી આપણે બહારનું દશ્ય જોઈએ છીએ. બાજુના ‘હાઈ-વે’ પરથી વાહનો પસાર થઈ રહ્યાં છે. દૂરની ટેકરીઓ પર ગાય, ભેંશ, ઘેટાં અને બકરાંઓને ચરતાં જોઈએ છીએ. લીલાંછમ ખેતરો જોઈએ છીએ. ઝૂંપડાં જોઈએ છીએ. અને નાના-નાનાં માટીનાં ઘરનાં આંગણામાં ખેલતાં બાળકો જોઈએ છીએ. મોટાંમોટાં વૃક્ષોને પસાર થતાં જોઈએ છીએ. આ બધું આપણે જોઈએ છીએ. ટ્રેઈન આગળ ને આગળ જઈ રહી છે. પરંતુ આપણા મનમાં તો આપણું પહોંચવાનું સ્થળ – ડેસ્ટીનેશન છે ! આટલે વાગે આપણે એ સ્ટેશને પહોંચી જઈશું અને બસ ! ત્યાં પહોંચીશું એટલે ખુશી જ ખુશી જ ! ત્યાં પહોંચીશું એટલે આપણાં સુંદર મોહક સ્વપ્નાં સાચાં પડશે. આપણે ઉત્સુકતાથી આપણા પહોંચવાન સ્ટેશનની રાહ જોતાં રહીએ છીએ, અને માનીએ છીએ કે ત્યાં પહોંચ્યાં એટલે ‘સુખ, સુખ અને નિરાંત !’
એમ થાય છે કે કોલેજનો અભ્યાસ પૂરો થાય એટલે બસ ! પછી થાય છે કે સરસ નોકરી મળી જાય એટલે થયું ! નોકરીના-વ્યવસાયમાં સ્થિર થઈએ એટલે નિરાંત ! પછી એક સુંદર, ‘સ્માર્ટ’ મનગમતી યુવતી સાથે લગ્ન થાય એટલે સુખી ! પણ વાત ત્યાં અટકતી નથી. પછી જોઈએ છીએ એક ઘર, મોટર અને વધુ પૈસા. બાળકો મોટાં થઈ જાય અને ભણી રહે એટલે જવાબદારી પૂરી ! પછી નિવૃત્ત થઈ જઈશું અને શાંતિથી સુખચેનમાં જીવન પૂરું કરીશું ! આપણી પાસે દશ હજાર રૂપિયા એકઠા થાય છે, ત્યારે આપણને થાય છે એક લાખ હોય તો સારું ! નાની મારૂતિ ગાડી આવે છે ત્યારે મર્સિડીઝ હોય તો કેટલું સારું એમ થાય છે. આમ, આપણી અપેક્ષાઓ વધતી જાય છે. લાલસા વધતી જાય છે. મનમાં અસંતોષનો અગ્નિ જલતો રહે છે, અને એની સાથે સુખ-શાંતિ-નિરાંત આઘાં ને આઘાં ઠેલાતાં જાય છે.
ધન-સંપત્તિ, દોલત અને ચીજવસ્તુઓ મેળવવા માટે પ્રયાસ માણસના ગજા અને શકિત ઉપરાંતનો ઘણી વખત હોય છે. પોતાના શક્તિ બહારના આ પ્રયાસથી એ માણસને અને એની આજુબાજુના કુટુંબીજનોને એ કારણે સતત માનસિક દબાણ રહે છે. કેમ કરીને વધારે અને વધારે મેળવીએ ? એ માટે શું કરી નાંખીએ ? એ અજંપો માણસના મનની શાંતિ અને સ્વસ્થતાને હણી નાખે છે.
તમે કહેશો : દુનિયા એમ જ ચાલે છે ને ? એમાં આપણે શું કરી શકીએ ? દુનિયાની એ તો રીતરસમ છે. જેટલું વધુ તેટલું વધુ સારું. જેની પાસે જેટલું વધારે તેટલો તે વધુ સફળ ! જેની પાસે ત્રણ મોટર હોય તે એક મોટર હોય તેનાં કરતાં વધુ સફળ. એક ઘર નહિ પણ બે-ત્રણ બંગલાઓ હોય તે વધુ ફત્તેહમંદ. જેટલાં સાધનો વધારે એટલી વધુ સફળતા. આપણે આર્થિક અને સામાજિક સફળતાને ‘acquisition’ સાથે સાંકળી દીધી છે અને સફળતાને સુખનો પર્યાય માની લીધો છે. આપણે ભૂલી જઈએ છીએ કે સુખ કોઈ સાધનમાં નથી, પરંતુ એ સાધન વડે સુખ નિષ્પન્ન કરવાની આપણી પોતાની ક્ષમતામાં છે.
આપણે મેળવીને કે મેળવતાં જઈને અટકી જતાં નથી, પણ સતત બીજાંને જોતાં રહીએ છીએ. બીજા લોકો સાથે સરખામણી કરતાં રહીએ છીએ. તમે કહેશો કે એ તો સ્વાભાવિક છે. બીજાનું જોઈને આપણે શીખતાં અને સુધરતાં જવું જોઈએ. એમ ન કરીએ તો આપણો વિકાસ કેવી રીતે થાય ? કબૂલ ! બીજા સાથેની સરખામણી અને સ્પર્ધા અમુક હદ સુધી ઠીક છે, પણ જ્યારે એ સમગ્ર જીવનમાં અને વ્યવહારમાં ઈર્ષ્યાનું કીટાણું બનીને પ્રસરી જાય, ત્યારે એનું પરિણામ ભયંકર આવે છે.
પાડોશી રાહુલભાઈએ મહાબળેશ્વરમાં બંગલો ખરીદ્યો અને અજિતભાઈએ નવી ‘હોન્ડા’ ગાડી ખરીદી. પ્રશાંતભાઈનો છોકરો મેડિકલ કૉલેજમાં દાખલ થયો અને અમારો મુદિત કોમર્સમાં ગયો ! બધાં ક્યાં ને કયાં પહોંચી ગયાં અને આપણે ? આપણે રહી ગયાં ! એટલે મન ખિન્ન થવાનું. અફસોસ થવાનો અને આપણે દુ:ખી થવાનાં. આપણી પાસે શું છે, એનો આપણને વિચાર નથી આવતો. એ તરફ આપણી દષ્ટિ જતી જ નથી. આપણી નજર તો બીજા તરફ હોય છે. મન જે નથી એ જ શોધ્યાં કરે છે. એને માટે એ તલસે છે. જે નથી તેજ તેને જોઈએ છે ! એની આ ઝંખના એને જંપવા દેતી નથી. એની પાસે જે છે એનો એને આનંદ માણવા દેતી નથી. આપણે સતત આપણું દુ:ખ જોતાં રહીએ છીએ અને બીજાનું સુખ જોતાં રહીએ છીએ !
આપણી જિંદગી સાથે, આપણા સંજોગો કે જીવનદષ્ટિ સાથે કશો જ સંબંધ ન હોય તો પણ આપણે બીજાંને જોવાના ! બીજાની સરખામણી કરવાનાં અને આપણે માની લીધેલાં એમના સુખ અને સફળતાથી આપણે દુ:ખી થવાનાં આપણે સુખી થવું છે, પણ આપણે ઈચ્છીએ છીએ કે સુખ આપણાં પુરતું જ મર્યાદિત રહે. એવા કેટલાય માણસો હોય છે, જેમને કોઈ વાતે સુખ લાગે નહિ ! નાની સરખી વાતમાં પણ દુ:ખી થઈ જાય !
અરે ! બીજો કોઈ સુખી થાય એમનું પણ તેમને દુ:ખ ! એક સાંભળેલો પ્રસંગ મને યાદ આવે છે. એક માણસ રોજ ભગવાનને પ્રાર્થના કરે. એક દિવસ પ્રભુ સાક્ષાત્ પ્રગટ થયા અને એને કહ્યું, ‘વત્સ ! હું તારા પર પ્રસન્ન થયો છું. માગ, તું માગે તે તને આપીશ.’ પેલો માણસ તો ખુશખુશ થઈ ગયો અને કહ્યું, ‘પ્રભુ ! મારે ઘરે રૂપિયાનો વરસાદ થાય એવું કરો.’ ‘તથાસ્તુ’ કહી દેવ તો અદ્રશ્ય થઈ ગયા. સાથે જ એનું ઘેર રૂપિયાના વરસાદથી ભરાઈ ગયું. પેલો માણસ તો રાજીના રેડ થઈ ગયો. સીધો બહાર દોડી ગયો – પાડોશીને આ સારા સમાચાર આપવા માટે ! જુએ છે તો પાડોશીના ઘરના પણ બહાર દોડી આવ્યા હતાં. એમને ત્યાં પણ રૂપિયા વરસ્યા હતા, પરંતુ એ જોતાં જ આ માણસનો આનંદ કયાંય ઊડી ગયો. એ તો ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયો. એણે છેવટે પ્રભુને પૂછી જ નાખ્યું, ‘જો પાડોશીને ત્યાં પણ રૂપિયા વરસાવવા હતા તો મને શું કામ વરદાન આપ્યું ? માણસને સુખ જોઈએ છીએ પણ પોતાના પુરતું જ !
ઘણાં વિચારે છે કે યુવાનીનાં થોડાં વર્ષો મહેનત કરી લઈએ – સંઘર્ષ વેઠી લઈએ અને અમુક સ્થિતિએ પહોંચ્યા પછી આ ધાંધલ-ધમાલ અને હાયવરાળ છોડી આરામથી જીવનનો આનંદ માણીશું. પરંતુ આ ખ્યાલ ભૂલભરેલો છે. સુખ તો મૃગજળ જેવું લોભામણું છે. દૂર ને દૂર તમને એ ઘસડતું જાય છે, કારણકે આપણને સુખ શું છે ? સુખ શેમાં રહેલું છે ? સુખ ક્યાંથી મળી શકે એની ખબર નથી !
ખરે જ ! સુખની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. જિંદગીની પ્રત્યેક અવસ્થાએ એ બદલાતી હોય છે. સુખ તો માનસિક અવસ્થા છે. સુખ બહારથી નથી મળતું, એ તો આપણાં અંતરમાં વસે છે. એની અનુભૂતિ કરવાની હોય છે અને માણસ જ્યાં સુધી પોતે સુખી થવા ન માંગે, ત્યાં સુધી એ સુખી નહિ થઈ શકે ! બાળપણમાં સાંભળેલી સુખી કાગડાની વાર્તાની માફક માણસ પોતે ગમે તે સંજોગોમાં સુખી રહેવાનો સંકલ્પ કરે, તેને કોણ દુ:ખી કરી શકે !
આપણે જો આપણા જીવનની શુભ વસ્તુઓને જોઈશું, આપણને પ્રભુએ બક્ષેલા સુખનો વિચાર કરીશું તો આપણને કોઈ અફસોસ નહિ રહે.
સુખ તો આપણી આજુબાજુ બધે ફેલાયેલું છે. ફકત આપણને એનું દ્વાર ખોલવાની ચાવી મળવી જોઈએ ! ‘ખુલજા સિમસિમ’ની માફક સુખના ખજાનાનાં દ્વાર ખૂલી જાય એટલે બસ ! સુખ તો અહીંયા છે – ત્યાં છે- બધે જ પડેલું છે, પરંતુ એને જોતાં-શોધતાં શીખવાનું છે. સુખ તો પ્રિય પુસ્તકમાં છુપાઈને પડયું છે. કોઈની મૈત્રીભરી દષ્ટિમાં એ રહેલું છે; તો કોઈક ના મોહક સ્મિતમાં સંતાયેલું છે ! કોઈક પ્રિય વ્યકિતના ઉષ્માભર્યા સ્પર્શમાં, તો કોઈક અપરિચિતના મૃદુ સ્વરમાં એ રહેલું છે ! સુખ ! સુખ તો આપણા સમગ્ર વિચારમાં વ્યાપી રહેલું છે. આપણી પ્રત્યેક પ્રાર્થનામાં સુખનું સ્વરૂપ રહેલું છે. સુખને દૂર શોધવા જવાની જરૂર નથી. સુખ સર્વત્ર છે ! સુખનો વાસ છે પ્રેમભર્યાં હૈયામાં. આપણે એને પુષ્યની મધુર સુવાસની માફક શ્વાસમાં ભરવાનું હોય છે.
આજે જ્યારે જીવનસંધ્યાના સાગરતટે અમે બંને ઊભાં છીએ, ત્યારે ચોથી પેઢીના શિશુના આગમનથી અનેરું સુખ અનુભવીએ છીએ.
આપણે પોતે સુખી થઈશું તો જ બીજાંને સુખી કરી શકીશું. સુખી થવાનું આપણું કર્તવ્ય છે, છતાં કોને ખબર, આપણે એને મહત્વ જ નથી આપતા ! સુખી થઈને આપણે અજ્ઞાત રીતે દુનિયાનું ભલું જ કરતાં હોઈએ છીએ.
સુખનાં પણ કેટલાંક ધારા ધોરણો હોય છે. કેટલીક વિલક્ષણતા હોય છે. સુખની વ્યાખ્યા વ્યકિતએ વ્યકિતએ બદલાતી જાય છે. બાળપણમાં રમતગમતમાં સુખ લાગે. કિશોરાવસ્થામાં મિત્રો સાથે આનંદપ્રમોદમાં સુખ લાગે. યુવાવસ્થામાં ધન-સંપત્તિ-પ્રેમ અને સફળતા મેળવવામાં સુખ લાગે. પરિવારને સુખી કરવામાં આનંદ આવે, અને ઢળતી ઉમ્મરે થાય, ‘બસ ! તબિયત સારી રહે. કોઈના ઓશિયાળા થવું ન પડે અને આમ ને આમ ઊકલી જઈએ તો થયું.’ સુખનું કોઈ એક સ્ટેશન કે ડેસ્ટીનેશન નથી. આટલું મળે – આટલું થાય એટલે નિરાંત....સુખ પણ આપણું એ સુખનું સ્ટેશન દૂર ને દૂર જ ઠેલાતું જાય છે.
જિંદગી કેવી જશે, કેમ જશે એ આપણાં હાથમાં નથી. જિંદગી મનસ્વિની છે. એ પોતાની રીતે જ વહેતી, ગતિ કરતી રહે છે. એના પર – જિંદગીના તમામ સંજોગો પર આપણો અંકુશ બહુ ઓછો હોય છે, પરંતુ એના પ્રત્યે કેવો પ્રતિભાવ રાખવો- સંજોગોને કેવો પ્રતિસાદ આપવો એ જ આપણા હાથની વાત છે. ટૂંકમાં કહું તો સુખ સમાયું છે દષ્ટિમાં. જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ. સુખી થવા માટે પણ મનને તાલીમ આપવી પડે છે. સંગીત શીખવા રિયાઝ કરવો પડે છે, નૃત્ય શીખવા માટે તાલીમ લેવી પડે છે, તેવી જ રીતે સુખી થવા સભાન રીતે પ્રયત્નશીલ રહેવું પડે છે. નૃત્ય અને સંગીતની જેમ સુખપ્રાપ્તિ એ પણ એક કળા છે. કળા સતત અને સખત તાલીમ માંગી લે છે. સુખનું પણ એવું જ છે.
કચ્છી કહેવત છે તેમ, આપણે ‘નીચાં નેણ રાખીએ.’ એનો અર્થ એ જ કે દુનિયામાં આપણાં કરતાં તો અનેક માણસો દુ:ખી હોય છે. એમની પાસે તો ધન-દોલત-સગવડ જેવું કશું નથી હોતું. આપણે તો એમનાં કરતાં ઘણાં વધારે સુખી છીએ ! એમના તરફ જોઈએ તો આપણને થશે કે આપણને જિંદગી સામે- ઈશ્વર સામે ફરિયાદ કરવાનો કોઈ અધિકાર નથી. દુનિયાના કયા દેશના લોકો સુખી છે એવું એક સર્વેક્ષણ તાજેતરમાં કરવામાં આવ્યું હતું. તમે કહેશો અમેરિકા અને સ્વીટ્ઝરલૈંડના લોકો સૌથી સુખી હશે ! ના રે ના ! દુનિયાના સુખી દેશોમાં નંબર છે બાંગલાદેશ, ભારત, પોલેંડ અને માલદિવનો ! કારણ કે સુખનું સ્થળ છે માનવનું મન.
સુખી થવું હોય તો ભૂતકાળને ભૂલી જવો પડે. ભવિષ્યની ચિંતા સતત ન કરો. કારણકે જિંદગી એટલે આજ – વર્તમાન. ભૂતકાળ વીતી ગયો છે. એ પાછો નથી આવવાનો. ભવિષ્યની કશી જ ખબર નથી. ભાવિ રહસ્યમય છે. જ્યારે વર્તમાન એ જ પરમાત્માની પરમ બક્ષિસ છે.ગઈકાલના ખેદમાં અને આવતીકાલની ચિંતામાં આજને શા માટે રગદોળવી ?
આપણે એટલું જ યાદ રાખીએ કે સુખ અને દુ:ખ એક જ સિક્કાની બે બાજૂ છે. બંન્ને જોડિયા છે. સુખની પાછળ દુ:ખ હોવાનું જ. દિવસ પછી રાત અને વસંત પછી શિશિરની માફક, એ કુદરતનો ક્રમ છે. કારણકે જીવનમાં કશું જ શાશ્વત નથી. કશું જ કાયમ નથી રહેતું. બધું જ બદલાતું જાય છે. યાદ રાખવા જેવું એક જ સુત્ર છે : ‘આ પણ પસાર થઈ જશે’. ‘સુખ દુ:ખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં.’ જે મળ્યું તેમાં સંતોષ માનીએ. પુરુષાર્થ ઉચ્ચ ધ્યેય માટે સતત કરતાં રહેવાનો. સફળતા-નિષ્ફળતા હરિને હાથ. મનમાં એક જ વિશ્વાસ રાખવાનો – જે થશે તે સારા માટે થશે. જીવન માટેનો વિદ્યેયક, પોઝીટીવ દષ્ટિ, આત્મશ્રધ્ધા અને પરમાત્મામાં શ્રધ્ધા. ‘ચિત્ત, તું શીદને ચિંતા કરે ? કૃષ્ણને કરવું હોય તે કરે.’
જીવનના પ્રત્યેક સૂર્યોદયને આશા અને આનંદથી વધાવીએ. પ્રત્યેક દિનને- પ્રત્યેક ઘડીને પૂરા દિલથી જીવીએ. જિંદગી જેમ આવે તેમ ઝીલતાં જઈએ. અને એ માટે પરમાત્મા પાસે બળ માંગીએ. કુંતામાતાની માફક આપણે ભગવાન પાસે દુ:ખ નથી માંગવાનું, એટલું જ માંગીશું – અમને શકિત આપજો, સુખ અને દુ:ખ બંને અમે જીરવી શકીએ એટલાં જ આપજો, અમને આપજો...
-જયવતી કાજી(Jayvati Ben Kaji - Sukh nu Station. Article / Vicharo in Gujarati. Literature and art site)
October 19, 2005 in વિચારો (vicharo) | Permalink| Comments (2)| TrackBack
અમારાથી આજ સુધી"ભુલ" થી કઇ"ભુલ" થઇ હોયભુલ સમજીને ભુલ નેભુલી જજો ભુલ નેજભુલજો અમને નહીં
- અનામિ (Aanami - Bhul. Ramuj in Gujarati. Literature and art site)
October 18, 2005 in રમુજ (ramuj) | Permalink| Comments (3)| TrackBack
- અનામિ (Aanami - Ha Na. Poems in Gujarati. Literature and art site)
October 17, 2005 in કવિતા (kavita) | Permalink| Comments (1)| TrackBack
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,એક તારો ટમકયો ને તમે યાદ આવ્યાં.
જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં,જાણે કાંઠા તોડે છે કોઈ મ્હેરામણ રામ,સ્હેજ ચાંદની છ્લકી ને તમે યાદ આવ્યાં.
કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં,જાણે કાનુડાના મુખમાં ભ્રમાંડ દીઠું રામ,કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.
કોઈ આંગણ અટક્યુ ને તમે યાદ આવ્યાં,જાણે પગરવની દુનિયામાં શોરે થયો રામ,એક પગલુ ઊપડ્યું ને તમે યાદ આવ્યાં.
-હરીન્દ્ર દવે (Harindra Dave - ne tame yaad aviya. Poems in Gujarati. Literature and art site)
October 1, 2005 in કવિતા (kavita) | Permalink| Comments (2)| TrackBack
'સમબડિઝ ડાર્લિંગ'નો અનુવાદ નહીં એનું રૂપાંતર મેઘાણી અદભુત રીતે કરે છે. ભાષાંતર માટે એમ કહેવાય છે કે એ સ્ત્રી જેવું છે. સુંદર હશે તો એ પ્રામાણિક નહીં હોય અને પ્રામાણિક હશે તો એ સુંદર નહીં હોય, મેઘાણી એક એવી વિરલ પ્રતિભા છે જે સુંદર, વફાદાર ભાષાંતર કરી શકયા છે અને એનું એક માત્ર ઉદાહરણ તે કોઇનો લાડકવાયો રૂપાંતર છે.
રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે;ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.
કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે વળતી,શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી;મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી.
થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને,શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને;નિજ ગૌરવ કેરે ગાને જખમી જન જાગે અભિમાને.
સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો,છેવાડો ને એક્લવાયો અબોલ એક સૂતેલો;અણપૂછયો અણપ્રીછેલો કોઇનો અજાણ લાડીલો.
એનું શિર ખોળામાં લેવા કોઇ જનેતા ના'વી;એને સીંચણ તેલ-કચોળા નવ કોઇ બહેની લાવી;કોઇના લાડકવાયાની ન કોઇએ ખબર પૂછાવી.
ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી,સન્મુખ ઝીલ્યાં ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી;કોઇનો લાડકવાયાની આંખડી અમ્રુત નીતરતી.
કોઇના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં,આખરની સ્મ્રતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં;આતમ-લપક ઓલાયો, ઓષ્ટનાં ગુલાબ કરમાયાં.
કોઇનાં એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,હળવે એનાં હૈયા ઊપર કર-જોડામણ કરજો;પાસે ધૂપસળી ધરજો, કાનમાં પ્રભુપદ ઉચરજો!
વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે,એને ઓષ્ટ-કપોલે-ભાલે ધરજો ક હુંબન ધીરે;સહુ માતા ને ભગિની રે! ગોદ લેજો ધીરે ધીરે.
વાંકડિયા એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા,એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા;રે! તમ ચુંબન ચોડાતાં પામશે લાડકડો શાતા.
એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી,એની રક્ષા કાજા અહનિરશ પ્રભુને પાયે પડતી;ઉરની એકાંતે રડતી વિજોગણ હશે દિનો ગણતી.
કંકાવટીએ આંસુ ધોળી છેલ્લું તિલક કરતાં,એને કંઠ વીંટાયાં હોશે કર બે કંકણવંતા;વસમાં વળામણાં દેતાં બાથ ભીડી બે પળ લેતાં.
એની કૂચકદમ જોતી અભિમાન ભરી મલકાતી,જોતી એની રૂધિર - છલક્તી ગજગજ પ્હોળી છાતી;અધબીડ્યાં બારણિયાંથી રડી કો હશે આંખ રાતી.
એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે;કોઇના લાડકવાયાને ચૂમે પાવકજ્વાલા મોઢે.
એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી;લખજો: 'ખાક પડી આંહી કોઇના લાડકવાયાની'.
- ઝવેરચંદ મેઘાણી(click here for the original poem by Marie La Coste - Somebody's Darling) (Jhaverchand Meghani - Koi no Ladakvayo Poems in Gujarati. Literature and art site)
September 28, 2005 in કવિતા (kavita), લોક સાહિત્ય (lok sahitya) | Permalink | Comments (3) | TrackBack
ઈર્ષ્યા જ્યારે આળસ મરડે;ખાર તો શું, ખુદ ફૂલો કરડે.
ધોઇ નાખ્યા હાથ સ્વજનથી,કોણ હવે શત્રુમાં ખરડે?
ભૂલ્યા કેમ ભુલાશે મિત્રો?ઘાવ હજુ તાજા છે બરડે!
ઊંડા ઘા તો કૈંક સહ્યા, પણ -જાન ગયો છે એક ઉઝરડે.
મેરુનો મહિમા ગાનારા,અંજાયા છે એક ભમરડે!
કહેશે કોણ ઝવેરી તમને?ફેંકી દીધાં રત્ન ઉકરડે!
રાખ્યું નામ અમર એથી શું?કોને છોડ્યો મોતના ભરડે?
- અમર પાલનપુરી(Amar Palanpuri- Aek Ujardae. Ghazals in Gujarati. Literature and art site)
September 27, 2005 in ગઝલ (ghazal) | Permalink | Comments (3) | TrackBack
બસમાં બેસી જાઉં નિશાળે કેવો મારો વટ પડે છે.નવું મજાનું દફતર સાથે કેવો મારો વટ પડે છે.
સફેદ ખમીસ ને ભૂરી ચડ્ડી કેવો મારો વટ પડે છે.પગમાં ચમકે બૂટની જોડી કેવો મારો વટ પડે છે.
એ-બી-સી-ડી બધી આવડે કેવો મારો વટ પડે છે.ભણી ગણીને મોટો સાહેબ બનશું કેવો મારો વટ પડે છે.
(bal geeto, ramuj, lok sahitya in Gujarati. Literature and art site)
September 23, 2005 in બાળ ગીતો (bal geeto), રમુજ (ramuj), લોક સાહિત્ય (lok sahitya) | Permalink | Comments (0) | TrackBack
(ખાસ પંચમ શુકલને આભારી છીએ આ ગઝલ મોકલવા બદલ)
એવોય કોક સૂરજ કે ઊગવા ન ઈચ્છે,ના આથમે કદી બહુ ઝળહળ થવા ન ઈચ્છે.
ઊંબર આ એક તડકો આવીને થિર થયો, લ્યોકાયા જરાય એની લંબાવવા ન ઈચ્છે.
ઝીલી શકો કશું તો સદભાગ્ય એ અચિંત્યું,વ્હેતો પવન કશુંયે આલાપવા ન ઈચ્છે.
ત્યાંનું ય તે નિમંત્રણ, ત્યાં યે અકળ પ્રતીક્ષા,ભરપૂરતા અહીંની કયાંયે જવા ન ઈચ્છે.
અભરે ભરાય એવી એકેક ક્ષણ મળી છે,કોઇ વિશેષ એને છલકાવવા ન ઈચ્છે.
- રાજેન્દ્ર શુકલા (Rajendra Shukla Ghazal. Ghazal news in Gujarati. Literature and art site)
September 22, 2005 in ગઝલ (ghazal) | Permalink | Comments (0) | TrackBack
લીલાછમ પાંદડાએ મલક્તાં મલક્તાં માંડેલી અચરજની વાટધરતીને સીમમાં જોઇ એકલીને એને બાઝી પડ્યો રે વરસાદ.
પહેલી ટપાલ જેમ આવેલા વાયરાએ ઘાસના કાનમાં દીધી કંઇ ફૂંકધરતી સાંભળતાં સાંભળે એ પહેલાં કોયલના કંઠમાં નીકળી ગઇ કુકઆઠ આઠ મહિને પણ આભને ઓચિંતી ધરતી આવી ગઇ યાદ...
ડુંગરાઓ ચુપચાપ સ્નાન કરે જોઇને નદીઓ પણ દોડી ગઇ દરીઆની પાસેએવામાં આભ જરા નીચે ઝૂક્યું ને પછી ધરતીને ચૂમી લીધી એક શ્વાસેધરતીને તરણાં ઓ ફૂટશે ના વાવડથી આભલામાં જાગ્યો ઉંન્પાદ ...
- મુકેશ જોષી(Mukesh Joshi - Chaumasu. Poems in Gujarati. Literature and art site)
September 19, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (3) | TrackBack
તા- 4-9-2005 ના રોજ અમદાવાદના ગજ્જર હોલમાં ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ શ્રી રાજેન્દ્ર શુક્લની 450 જટલી ગઝલો “ગઝલ-સંહિતા” નામે 5 ભાગમાં પ્રકટ થઇ છે. આ પ્રકાશન અને આનુસાંગિક જવાબદારી કવિનાં તીવ્ર ચાહકો અને નજીકનાં મિત્રોને આભારી છે. સમગ્ર સંગ્રહ નીચેનાં સરનામેથી મળી શકશે. (મૂલ્ય: 300 Rs)
સહ્રદય પ્રકાશન714, આનંદ મંગલ -3ડોક્ટર્સ હાઉસની સામેની ગલીઆંબાવાડી, અમદાવાદ-380006
Phone: 079-26861764, 26404365Mobile: 09898421234, 09327022755
September 15, 2005 in સમાચાર (samachar) | Permalink | Comments (1) | TrackBack
ખુશ્બૂમાં ખીલેલાં ફૂલ હતાં ઊર્મિમાં ડૂબેલા જામ હતાં,શું આંસુનો ભૂતકાળ હતો - શું આંસુનાં પણ નામ હતાં.
થોડીક શિકાયત કરવી'તી થોડાક ખુલાસા કરવા'તા,ઓ મોત જરા રોકાઇ જતે - બેચાર મને પણ કામ હતાં.
હું ચાંદની રાતે નીકળ્યોતો ને મારી સફર ચર્ચાઇ ગઇ,કંઇ મંઝિલ પણ મશહૂર હતી - કંઇ રસ્તા પણ બદનામ હતાં.
જીવનની સમીસાંજે મારે જખ્મોની યાદી જોવી'તી,બહુ ઓછા પાનાં જોઇ શક્યો, બહુ અંગત અંગત નામ હતાં.
પેલા ખૂણે બેઠાં છે એ "સૈફ" છે મિત્રો જાણો છો?કેવો ચંચલ જીવ હતો ને કેવાં રમતાંરામ હતાં!
- સૈફ પાલનપુરી(Saif Palanpuri- Naam. Ghazals / Vicharo in Gujarati. Literature and art site)
September 14, 2005 in ગઝલ (ghazal) | Permalink | Comments (1) | TrackBack
(ખાસ દિપિકાબહેન અને મેહુલભાઇને આભારી છીએ આ ગઝલ પંક્તિ મોકલવા બદલ)
September 13, 2005 in ગઝલ (ghazal), વિચારો (vicharo) | Permalink | Comments (2) | TrackBack
ફૂલ કો ખીલેલ હું ગાઢા વને,ના રૂપ કે ના રંગને કૈં મ્હેકનો છાંટો નથી;ને તે છતાં ગૌરવ મને,કે આમ તો વગડાઇ તોયે ફૂલ છું, કાંટો નથી.
- દિનેશ કોઠારી(Dinesh Kothari - Gaurav. Poems in Gujarati. Literature and art site)
September 5, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (1) | TrackBack
આછી જાગી સવાર,નિંદરની મધુ કુંજ થકી ને સ્વપ્નલોકની પાર. - આછી
પારિજાતના શરણે ન્હાઈકોમલ એની કાય,વ્યોમ આયને જેની છાઈરંગ રંગની ઝાંય;ઑઢ્યો પાલવ સાગરજલનો છલછલ નીલનિતાર - આછી
લહર લહર સમીરણની વાતીકેશ ગૂંથતી જાણે,અંબોડામાં શું મદમાતીઅભ્ર-ફૂલને આણે;કે જેનો ઊડતાં પંખીન કલરવ માંહી બહાર - આછી
ભુવનભુવનનાં ઉજ્જવળ રવિનીબિન્દી અહો લગાવી,દિશા દિશાના મુખરિત કવિનીવાણી રહી વધાવી;રંગમન્દિર જાવા જાણે સજી રહી સિંગાર - આછી
- પ્રિયકાંત મણિયાર, ‘પ્રતિક’માંથી (Priyakant Maniyar - Aachi jagi savar. Poems in Gujarati. Literature and art site)
September 3, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (0) | TrackBack
ઊંટ કહે: આ સભામાં, વાંકાં અંગવાળાં ભૂંડા;ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;
બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;
કૂતરાની પૂછ્ડીનો, વાંકો વિસ્તાર છે.
વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;
ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે.
સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;“અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે ”
- દલપતરામ (Dalpatram - Uut Poems in Gujarati. Literature and art site)
September 2, 2005 in કવિતા (kavita), બાળ ગીતો (bal geeto), લોક સાહિત્ય (lok sahitya) | Permalink | Comments (4) | TrackBack
દેહાભિમાન હતું પાશેર, વિધા ભણતાં વાધ્યું શેર;ચરચા વદતાં તોલું થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો;અખા અમે હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન તે મૂળગું ખોય.
અખો - છપ્પા (Akho - ek moorakh ne avi tev. Poems in Gujarati. Literature and art site)
August 30, 2005 in છપ્પા (chhpPa) | Permalink | Comments (1) | TrackBack
સળગે છે તે ભડકો છે, ને પ્રગટે છે તે દીપ;મલકે છે તે મોતી છે, ને ચળકે છે તે છીપ.
-વેણીભાઇ પુરોહિત(Vanibhai Purohit - salge chhe te. Shayari / Vicharo in Gujarati. Literature and art site)
August 29, 2005 in વિચારો (vicharo), શાયરી (shayari) | Permalink | Comments (0) | TrackBack
- પંચમ શુકલ (Pancham Shukla - Savann ek Uukhanu. Poems in Gujarati. Literature and art site)
August 25, 2005 in ગઝલ (ghazal) | Permalink | Comments (5) | TrackBack
નાગર નંદજીના લાલ ! રાસ રમંતાં મારી નથડી ખોવાણી.કાના ! જડી હોય તો આલ્ય (2)
રાસ રમંતાં મારી નથડી ખોવાણી.પીળી પીળી નથડી ને ધોળાં ધોળાં મોતી,તે નથડીને કારણ હું તો હીંડું ગોકુળ જોતી જોતી ... જોતી ... નાગર
એક એક મોતી માંહી સોના કેરો તાર,સોળસેં ગોપીમાં પ્રભુ ! રાખો મારો ભાર ભાર... ભાર ... નાગર
નાનેરી પહેરું તો મારે નાકે નવ સોહાય,મોટેરી પહેરું તો મારા મુખપર ઝોલાં ખાય ખાય... ખાય... નાગર
આંબા પર કોયલડી બોલે વનમાં બોલે મોર,રાધાજીની નથડીનો શામળિયો છે ચોર ચોર... ચોર... નાગર
તું છે બેટી ભ્રખુભાણની ગોકુળ ગામમાં રે'તી,ત્રણ ટકાની નથડી માટે મુજને ચોર કહેતી કહેતી ... કહેતી ... નાગર
તું છે લાલો નંદરાયનો હું આહીરની છોડીબાઇ મીરાં કે' ગિરધર નાગર મારી મતિ છે થોડી થોડી ... થોડી ... નાગર
- મીરાં બાઇ સાંભળો (click to listen)(Mira Bai, Meera Bai, Meerabai, Mirabai - Nagar nandji na lal. Poems, garba raas, lok sahitya in Gujarati. Literature and art site)
August 24, 2005 in ગરબા - રાસ (garba- raas), લોક સાહિત્ય (lok sahitya), સંગીત સાથે (audio) | Permalink | Comments (1) | TrackBack
સૂતર આવે ત્યમ તું રહે, જ્યમ ત્યમ કરીને હરિને લહે,વેષ ટેક છે આડી ગલી, પેઠો તે ન શકે નીકળી;અખા ક્રત્યનો ચડશે કષાય, રખે તું કાંઇ કરવા જાય.
અખો - છપ્પા (Akho - sutar aave tyam tu rhae. Poems / Chappa in Gujarati. Literature and art site)
August 23, 2005 in છપ્પા (chhpPa) | Permalink | Comments (2) | TrackBack
તમે જયારે જતા રહેશો જગતથી ત્યારે શું થશે ?સૂરજ-ચાંદ, રાત-પ્રભાત, એમ જ ચાલ્યા કરશે.
તમે જયારે જતા રહેશો જગતથી ત્યારે શું થશે ?સગા, વહાલા, મિત્રો, બસ દિન દસ યાદ કરશે.
તમે જયારે જતા રહેશો જગતથી ત્યારે શું થશે ?પત્ની-પુત્ર-પુત્રી, મા-બાપ, માસ બે માસ યાદ કરશે.
તમે જયારે જતા રહેશો જગતથી ત્યારે શું થશે ?જેમ તમે ભૂલ્યાતા સૌને, તેમ તમને ભૂલી જશે.
તમે જયારે જતા રહેશો જગતથી ત્યારે શું થશે ?બધું એમ જ રહેશે, ન કૈં આસ્માની-સુલ્તાની થશે.
તમે જયારે જતા રહેશો જગતથી ત્યારે શું થશે ?પ્રવીણ બધું હેમખેમ, ત્યાંનું ત્યાં એમ જ રહેશે.
- પ્રવીણચંદ્ર શાહ(Pravinchandra Shah - Tame jasho tyare. Poems in Gujarati. Literature and art site)
August 13, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (4) | TrackBack
1. Clarification of my publishing policy
Because of some intemperate comments from some of you, it seemed to me appropriate to explain my views on publication of literature that is either in the public domain, or readily available from many easily accessible sources. It is simple: anyone may disseminate such material and the only credit that need be given is to the original author. I have not felt it necessary to credit libraries, textbooks, newspapers or anthologies as previous disseminators of poems, and I have a similar policy toward my fellow electronic disseminators. Naturally, if someone has written the poems he publishes on his blog, I must ask his permission before I quote him; or if someone has himself translated a poem by someone else, I will ask his permission. But no-one in the blogging world feels it is at all necessary to credit other bloggers for having disseminated well-known and readily available material. For one thing, on what grounds would blogger A suppose blogger B obtained the poem from him, rather than from a library or a textbook? And for another, simply quoting someone else's work, without having added anything to it, gives no one any rights in it. Obviously.
2. Because of the intemperate nature of some of the comments I have received - from very few persons, I am happy to say, since most of you are sweet-natured and supportive, and a joy to hear from - I am now screening the comments which will appear on my blog. Since I have very little time lately to spend on what is only a hobby, undertaken for the love of the literature, this may mean that even your sweet-natured and supportive comments may be slow to appear. That is too bad, but we all know how some people can spoil a pleasant situation for all the rest. Please bear with me and all this will pass
You friend and fellow lover of Gujarati poetry, SV
August 12, 2005 in વિચારો (vicharo) | Permalink | Comments (4) | TrackBack
આંખ બંધ કરું ને દરવાજો દિલનો દેખાય,લાગે સુંદર સંધુ ને પડછાયો સુર્યનો દેખાય !
આ બરફ, આ ઠંડી, ઠુંઠવાઈને ઠરી ગયા,વહ્યા વસંતી વાયરા ને ફુટતા ગુલાબો દેખાય !
ગયું તે ખોવાણું, એનો તો શો વસવસો કરવો ?યાદે જે રહ્યું બાકી, અભરખો આશનો દેખાય !
છલકી છાલક ને તમે તો ભીંજાઈ ગયા,આંખનાં અફીણી અમે, ઢગલો રૂપનો દેખાય !
નિત્ય-અનિત્યનાં ચક્કરમાં મન ચગડોળે ફરે,બાજે બંસી, રાધા બાવરી, સ્થિર કાનુડો દેખાય !
કરશો ના વિચાર મારી વેદના-સંવેદનાનો,મળ્યા મિત્રો, એક રૂચિના, કાવ્યનો કસબો દેખાય !
-પ્રવીણ પટેલ 'શશી'(Pravin Patel 'shashi'- Jabkar. Kavita / Poems in Gujarati. Literature and art site)
August 11, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (0) | TrackBack
હતા અમારા આંગણામાં જે બે-ચાર ફુલો,માળી કોઈ બગીચાનો આવી ચૂંટી ગયો.
એટલા તો બરડ હશે નસીબ અમારા,વિધીના લેખનો લખનારો પણ ફુટી ગયો.
વહેંચાઈ જ્યારે ભાગ્યની દોલત સૌ ને,મારા પછી બદનસીબીનો ખજાનો ખૂટી ગયો.
આવ્યો હતો એ અંતરથી ખબર પૂછવાને,જતી વેળા મારા નામની છાતી કુટી ગયો.
જુઓ રડે છે સમય ચોધાર આંસુએ ખૂણામાં,લાગે છે કે એ મારો ખજાનો લૂંટી ગયો.
સમજદારીના પ્રવાહે ધોઈ નાખ્યા કિનારાઓ,સુખ-દુ:ખ વચ્ચેનો સેતુ જે હતો તૂટી ગયો.
થઈ આંખ બંધ અને દિશાઓ ખુલી ગઈ,શ્વાસ જ્યારે છેલ્લો મુજથી વિખુટો ગયો.
કેવો સંગીન ભાસતો આપણો આ સંગાથ,જુઓ પળવારમાં કેવો છુટી ગયો.
- કલ્પેન્દુ(Kalpendu - Kevo chhuti gayo. Ghazal in Gujarati. Literature and art site)
August 9, 2005 in ગઝલ (ghazal) | Permalink | Comments (0) | TrackBack
-હરીન્દ્ર દવે (Harindra Dave - anhad no soor. Poems in Gujarati. Literature and art site)
August 7, 2005 in કહેવતો (kahvatoe) | Permalink | Comments (1) | TrackBack
તારે મેહુલિયા કરવા તોફાનઅમારા લોકના જાયે છે જાનમંડ્યો ને મંડ્યો તું મુશળધારકેમ કરી જાવું મારે નિશાળ?
ચંપલ મારી છબ છબ થાયધોયેલા કપડાં બગડી જાયઅવળા ને સવળા વાયરા વાયઓઢેલી છત્રી કાગડો થાય - તારે...
દોડે મોટરની હારો હારખસવું પડે છે વારંવારકેળાની છાલ આવે ત્યારે લપસી જવાયત્યારે તો ભાઇ મને કાંઇ કાંઇ થાય - તારે ...
August 3, 2005 in બાળ ગીતો (bal geeto), રમુજ (ramuj), લોક સાહિત્ય (lok sahitya) | Permalink | Comments (0) | TrackBack
વારતા રે વારતાભાભો ઢોર ચારતા,ચપટી બોર લાવતા,છોકરાવ સમજાવતા,એક છોકરો રિસાયો,કોઠી પાછળ ભીંસાયો,કોઠી પડી આડી,છોકરાએ ચીસ પાડી,અરરર... માડી (Varta re varta. Bal geet, jodakna, lok sahitya Poems in Gujarati. Literature and art site)
July 14, 2005 in જોડકણા (jodakna), બાળ ગીતો (bal geeto), લોક સાહિત્ય (lok sahitya) | Permalink | Comments (5) | TrackBack
તું અહીંયાં રમવા આવ મઝાની ખિસકોલીતું દોડ તને દઉ દાવ મઝાની ખિસકોલી
તું કેવી હસે ને રમે મઝાની ખિસકોલીતારા કૂદકાતો બહુ ગમે મઝાની ખિસકોલી
તું જ્યારે ખિલખિલ ગાય મઝાની ખિસકોલીતારી પૂંછડી ઊંચી થાય મઝાની ખિસકોલી
તારે અંગે સુંદર પટા મઝાની ખિસકોલીતારી ખાવાની શી છટા મઝાની ખિસકોલી
તું ઝાડે ઝાડે ચડે મઝાની ખિસકોલીકહે કેવી મઝા ત્યાં પડે મઝાની ખિસકોલી
બહુ ચંચળ તારી જાત મઝાની ખિસકોલીતું ઉંદરભાઈની નાત મઝાની ખિસકોલી
- ત્રિભુવનભાઈ વ્યાસ(Tribhuvanbhai Vyas- Khiskoli. Poems in Gujarati. Literature and art site)
July 12, 2005 in બાળ ગીતો (bal geeto) | Permalink | Comments (2) | TrackBack
હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરોપરેશાન, ગમગીન, પીળો ચહેરો.
ઝરણ પર વહેતીએ રંગીન રમણા !ખીલ્યાં પોંયણાં સંગસોહાગ શમણાં !
અને લોચનોની શમી આજ કેવીમદીલી છતાં મૂક લજ્જાળુ લહેરો.
વિષાદી જો વાદળમાંએ મુખ લપાતું,અમારું ત્યાં કેવુંકલેજું કપાતું !
હવે તો પડ્યો રાહુથી પણ ભયાનક,શું પૃથ્વી પરે�નો આ પડછાયો ઘેરો ?
હશે ઈન્દ્રપુરનીનવોઢા એ નારી ?હશે લાડલીદેવ કેરી દુલારી !
પિતા ! પૂછતી આજ આંખો નિમાણી:તમારાં રતન રોળવાં શું ઉછેરો ?હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરોપરેશાન, ગમગીન, પીળો ચહેરો.
અજાણ્યાં ઝરૂખેસલૂણી, સુહાની,ભયાઁ જોબને આઢળી જિંદગાની:
અરે મુક્ત આકાશી પંખીને પીંખે !શિકારીનો પાષાણી પંજો નમેરો !હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરોપરેશાન, ગમગીન, પીળો ચહેરો. - મકરંદ દવે (Makrand Dave - Haveli ni pachhal namyo chaando kero. Poems in Gujarati. Literature and art site)
July 9, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (0) | TrackBack
-હરીન્દ્ર દવે (Harindra Dave - Jaanibuji ne. Poems in Gujarati. Literature and art site)
July 7, 2005 in કહેવતો (kahvatoe) | Permalink | Comments (6) | TrackBack
ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું :જૂનું ઝાડૂ, ટૂથબ્રશ, વળી લક્સ સાબુની ગોટી,બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી સોય-દોરો !લીધું દ્ધ્રારે નિત લટકતું નામનું પાટિયું,જે મૂકી ઊંધુ, સુપરત કરી, લારી કીધી વિદાય.
ઊભા છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;જ્યાં દેવોના પરમ વર શો પુત્ર પામ્યાં પનોતોને જ્યાંથી રે કઠણ હ્રદયે અગ્નિને અંક સોંપ્યો !કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:'બા-બાપુ ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે ?’ખૂંચી તીણી સજલ દગમાં કાચ કેરી કણિકા !ઉપાડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણિકા !
-બાલમુકુંદ દવે (Balmukund Dave - Juunu ghar khali karta. Poems in Gujarati. Literature and art site)
July 5, 2005 in કવિતા (kavita) | Permalink | Comments (5) | TrackBack
ઈચ્છાની આપમેળે એણે દડી ઉછાળી,બહુ એકલો હતો એ ને પાડવીતી તાળી.
મૂળ શબ્દ ઊપન્યો કે તણખો કીઘો અફાળી,કંઈયે હતું નહીં ત્યાં દીધું બધું ઉજાળી.
કૂંપળ થઈને કોળ્યો, ઝૂલ્યો થઈને ડાળી,ફલછોડ થઇને આખર મઘમઘ થયો છે માળી.
કરતાઅકરતાબંને છે, ને નથી કશું યે,વીંટળાઈ ખુદ રહ્યો છે, છે ખુદ રહ્યો વીંટાળી.
અંદર ભરાઈ સઘળે મલકે છે મીઠું મીઠું,કેવો ગતકડું એનું ખુશ થાય છે નીહાળી.
- રાજેન્દ્ર શુકલા (Rajendra Shukla Iichha ni aap maal. Ghazal news in Gujarati. Literature and art site)
July 1, 2005 in ગઝલ (ghazal) | Permalink | Comments (2) | TrackBack